Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ત્રિદિવસીય અધિવેશનનો પ્રારંભ

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને જી.ટી.યુ.ના કુલપતિ નવીનભાઈ શેઠની ઉપસ્થિતિ : સિમાવતી વિસ્તારોના દિશા સહિતના વિષયો ઉપર તજજ્ઞો માર્ગદર્શન આપશે

રાજકોટ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૪૯મું પ્રદેશ અધિવેશનનો ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે પ્રારંભ થયો છે. આ અધિવેશનમાં સમગ્ર રાજયના જીલ્લાભરમાંથી ૬૫૦થી વધુ પ્રતિનિધિઓ સહભાગી રહ્યા છે. આ અધિવેશનમાં ''રામક્રિષ્ન ઠાકર'' ખંડનંુ ઉદ્દઘાટન પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતના હસ્તે થયુ છે. અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગપતિ અરવિંદભાઈ દોમડીયા ઉપસ્થિત રહ્યા હતા.

બપોરે ત્રણ કલાકે ધ્વજારોહણ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રો. નવીનભાઈ શેઠના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગપતિ અરવિંદભાઈ દોમડીયા ઉપસ્થિત રહ્યા હતા.

બપોરે ત્રણ કલાકે ધ્વજારોહણ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રો. નવીનભાઈ શેઠના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે લોક સાહિત્યકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહેલ. પ્રદેશ અધ્યક્ષ રવિસિંહ ઝાલા તથા મંત્રી તરીકે નિખિલ મેઠીયાએ જવાબદારી સંભાળી છે.

આ અધિવેશનમાં ગુજરાતના તમામ જીલ્લાઓમાંથી ૬૫૦થી વધુ ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યા છે. ત્રણ દિવસ ચાલનારા અધિવેશનમાં સામાજીક સમરસતા, સિમાવતી વિસ્તારોના પડકારો, સ્ટુડન્ટ ફોર સેવા, શિક્ષણની નવી દિશા, શિક્ષણનીતિ, વ્યવસ્થાલક્ષી અભ્યાસક્રમોની લાક્ષણિકતા સહિતના વિષયો પર ચર્ચાઓ કરવામાં આવશે તેમજ વર્તમાન સમાજ પરિસ્થિતિ અને શૈક્ષણિક પરિસ્થિતિ પર પસ્તાવો રજૂ કરવામાં આવશે. આ અધિવેશનમાં રાષ્ટ્રીયસહ સંગઠનમંત્રી કે. રઘુનંદનજી (ભોપાલ) (ઓલ ઈન્ડિયા સેટ યુનિ. ઈન્ચાર્જ) શ્રી હરી બોરીકરજી (લઘનવ) તથા (પશ્ચિમ અને ઉત્તર ક્ષત્રિય સંગઠનમંત્રી) સુરેન્દ્ર જીનાઈક (કર્ણાવતી), રાષ્ટ્રીયમંત્રી (રોહિત શર્મા), અલ્હાબાદ, પ્રદેશ અધ્યક્ષ પ્રો. શિવસિંહ ઝાલા તથા પ્રદેશમંત્રી નિખિલભાઈ જોઠીયા, પ્રદેશ સંગઠનમંત્રી દર્શનભાઈ ગુંજાલ (કર્ણાવતી) વિવિધ વિષય ઉપર માર્ગદર્શન આપશે.

ઉદ્દઘાટન કાર્યક્રમનું સંચાલન વિજેશભાઈ પરમાર તથા આભારવિધિ દર્શનભાઈ સિંધવે કરી હતી. અધિવેશનના ઉદ્દઘાટન કાર્યક્રમનું સંચાલન વિજેશભાઈ પરમાર તથા આભારવિધિ દર્શનભાઈ સિંધવ કરી હતી તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

ડી.એચ.કોલેજથી પ્રારંભ થઈ વિવિધ રાજમાર્ગો ઉપર ફરી ત્રિકોણબાગે સભા : વિદ્યાર્થીઓ સભા સંબોધશે

કાલે સાંજે શોભાયાત્રા - જાહેરસભા

રાજકોટ, તા.  ૧૯ : અ.ભા.વિ.પ. દ્વારા રાજકોટ મહાનગરમાં ૪૯માં પ્રદેશ અધિવેશન આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે શનિવારે સાંજે ૪ કલાકે વિદ્યાર્થી નેતાઓ દ્વારા રાજકોટના પ્રતિસ્થિતિ માર્ગો પરથી શોભાયાત્રાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. શોભાયાત્રાનો રૂટ ડી. એચ. કોલેજ, રાજકોટ કલર લેબ, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ થઈને પૂર્ણ થશે. ત્યારબાદ ત્યાં ત્રિકોણબાગ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. શોભાયાત્રાનું ગુણુભાઈ, શુકલ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી પ્રિન્સીપાલ એસો., જીનીયસ સ્કુલ વિ. દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવશે. શોભાયાત્રામાં ગુજરાતભરની સંસ્કૃતિ અને પહેરવેશ પહેરીને વિદ્યાર્થી નેતાઓ શોભાયાત્રાની શોભા વધારશે. શોભાયાત્રામાં છાત્રશકિત રાષ્ટ્રશકિત જેવા નારાઓ ગુંજશે.

(3:21 pm IST)