Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

તૃષ્ટિકરણને પોષતી હજ સબસીડી બંધ કરવાનો નિર્ણય યથાયોગ્ય : ભાજપના યાકુબખાન પઠાણ

રાજકોઠ,તા.૧૯: હજ સબસીડી બંધ થવા અનુસંધાને શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી યાકુબખાન આઈ.પઠાણે જણાવ્યુ છે કે દેશના મુસ્લીમોને પવિત્ર હજ અદા કરવા આત્મબળે અને સ્વાભિમાનભેર જવા માટે રસ્તો બતાવી કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે સરાહનીય પગલુ ભર્યુ છે.તેઓએ જણાવ્યુ છે કે હજયાત્રીઓને મળતી રૂ.૩૫૦૦૦ થી ૪૦૦૦૦ સુધીની રકમ મામુલી ગણાયે. વળી સામે સરકારને આર્થીક બર્ડન પણ રહે છે. ખરેખર તો દરેક મુસ્લિમોએ પવિત્ર હજયાત્રા પોતાના સખત પરિશ્રમની કમાણીથી જ કરવાની હોય છે. પરંતુ તૃષ્ટિકરણ એન્ડ ભાગલાવાદની નીતિના કારણે જે-તે સરકારે મુસ્લિમોને લોની લાલચ આપી હંમેશા પોતાની વોટ બેંકનો ઉપયોગ કરવા આવા ભાગલાવાદી નિર્ણયોને વાચા આપી હતી. પરંતુ નરેન્દ્રભાઈ મોદીની સરકારે આવી નીતિનો અંત આણી યથાયોગ્ય કર્યુ છે.

હજયાત્રાની સબસીડી બંધ થવાથી ૭૦૦ કરોડ જેવી બચત થશે જે લઘુમતી સમાજની દિકરીઓ માટે વાપરવામાં આવશે. આર્મી અને પોલીસના જવાનો માટે પણ વાપરી શકાશે. તેમ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી યાકુબખાન પઠાણ (મો.૯૦૯૯૨ ૬૭૨૯૨)એ જણાવ્યુ છે.

(2:01 pm IST)