Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

છાતીના રોગોની સચોટ આધુનિક સારવાર માટે તબીબોની પરિષદ

કાલથી ૩૦૦ તબીબોનું બે દિવસ રીઝન્સી લગુન રીસોર્ટ ખાતે પરિષદમાં લેકચરર્સ, પેપર પ્રેઝન્ટેશન અને પોસ્ટર પ્રદર્શન યોજાશેઃ ડો.જયેશ ડોબરીયા અને ડો.તુષાર પટેલના નેતૃત્વમાં સીમાચિન્હરૂપ પરિષદ યોજાશે

રાજકોટ : છાતીના રોગોની આધુનિક સારવાર માટે એસોસીએશન ઓફ ચેસ્ટ ફિઝીશ્યન ઓફ ગુજરાત દ્વારા આવતીકાલથી બે દિવસ સેમીનાર યોજાયો છે. પ્રસ્તુત તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.જયેશ ડોબરીયા અને ડો.તુષાર પટેલ નજરે પડે છે અન્ય તસ્વીરમાં ચેસ્ટ ફિઝીશ્યન્સ નજરે પડે છે.

રાજકોટ તા.૧૯ : એસોસીએશન ઓફ ચેસ્ટ ફીજીશ્યન્સ ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે તા.ર૦-ર૧ જાન્યુ.ના રાજકોટના રીઝન્સી લગુન રીસોર્ટ, કાલાવડ રોડ ખાતે એસીપીજીકોન-ર૦૧૮નું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંત ચેસ્ટ ફિઝીશ્યન્સના છાતીને લગતા વિવિધ રોગો ઉપર લેકચર ગોઠવવામાં આવેલ છે. આ કોન્ફરન્સને સફળ બનાવવા એસોસીએશનના પ્રમુખ ડો.રાજેશ સોલંકી, સેક્રેટરી ડો.રાજ ભગત અને ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.જયેશ ડોબરીયા અને ડો.તુષાર પટેલ સખત જહેમત ઉઠાવી રહેલ છે.

આ કોન્ફરન્સમાં છાતીને લગતા વિવિધ રોગો જેવા કે ટીબી, અસ્થમા, દમ, છાતીમાં પાણી ભરાવુ, શ્વાસના રોગો, એલર્જીના કારણે થતા રોગો, ન્યુમોનિયા, સ્વાઇન ફલુ વિશે નિષ્ણાંતો દ્વારા છણાવટ કરવામાં આવશે અને વૈજ્ઞાનિક રીતે છાતીને લગતા રોગોની દવાઓમાં થયેલ નવી શોધ અને તેની અસરો વિશે નિષ્ણાંત તબીબો દ્વારા વિષદ માહિતી આપવામાં આવશે.

બે દિવસ ચાલનાર આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કક્ષાના તબીબો દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પુણે વિગેરેના ડો.અગમ વોરા, ડો.દિપક તલવાર, ડો.સુજીત રાજન, ડો.નીતિન અભ્યંકર, ડો.દિપ્તી ગોઠી અને ડો.બસા ખાન સેમીનારમાં ઉપસ્થિત તબીબોને માર્ગદર્શન આપશે તેમજ કેટલાક કેસ સ્ટડીઝ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.

છાતી અને ફેફસાના રોગોના રાજય કક્ષાના નિષ્ણાંત તબીબો ડો.હરજીત ડુમરા, ડો.મુકેશ પટેલ, ડો.એફ.ડી.ઘાંચી, ડો.મનોજ સિંઘ, ડો.સવિતા જીંદાલ વિગેરે વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપશે.

કોન્ફરન્સમાં ગુજરાતમાંથી ૩૦૦થી વધુ ચેસ્ટ ફીઝીશ્યન્સ ઉપસ્થિત રહેનાર છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.જયેશ ડોબરીયા (મો.૯૮રપ૦-૪૩પ૯૦) અને ડો.તુષાર પટેલ (મો.૯૮૭૯પ-૭૧૩૧૭)નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. ઓર્ગેનાઇઝીંગ કમીટીમાં એસોસીએશન ઓફ ફીઝીશ્યન્સ ઓફ રાજકોટના ડો.કે.જી.વિઠલાણી, ડો.કિરીટ દેવાણી, ડો.ગીરીશ પટેલ, ડો.ધીરેન તન્ના, ડો.સંદિપ ઠકરાર, ડો.અભય જાવીયા, ડો.નિરજ મહેતા, ડો.ભાવિન ગામી, ડો.રીતેશ મારડીયા, ડો.મીલન ભંડેરી, ડો.ધારીત્રી ઠક્કર, ડો.યજ્ઞેશ પુરોહીત, ડો.શૈલેષ બાણુગરીયા, ડો.જી.એલ.ગોંડલીયા, ડો.ભુમિ દવે, ડો.જેઠવાણી, ડો.ભાર્ગવ કનેરીયા સહિતના તબીબો કોન્ફરન્સને સફળ બનાવવા પ્રયાસ કરી રહેલ છે.

(11:46 am IST)