Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

દુધના ફેટના ભાવ ઘટાડી ખેતી બાદ પશુપાલન વ્યવસાય ઉપર પણ તરાપઃ હિતેષભાઇ વોરા

રાજકોટઃ તા.૧૯, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઇ વોરાની યાદીમાં જણાવાયું છે કે રાજકોટ જી. સહ. દુધ ઉ. સંઘે ૧ જાન્યુ. ૧૮ થી ૧૧ જાન્યુ. ૧૮ સુધી (૧૦ દિવસમાં ) કિલો ફેટે ૩૦  પૈસાનો ખરીદભાવમાં ઘટાડો કરતા જુના ૨૦૧૭ની  વા.સા.સભા વખતે રૂ.૬.૬૫ જાહેર કરેલ હતા હાલમાં રૂ.૫.૫૫ પૈસા ચુકવવામાં આવે છે.  ડેરીના ચેરમેન જણાવેલ કે ગત વરસ કરતા ૩૦ પૈસા ૧ ફેટે વધારે ચુકવાય છે તે તદન ખોટી માહિતી છે. જાન્યુ. ૧૭ રૂ.૫.૯૫ પૈસા ખરીદ ભાવ હતા હાલમાં જાન્યુ. ૧૮માં રૂ.૫.૫૫ પૈસા છે. એટલે કે ગયા  વરસ કરતા કિલો ફેટે ૪૦ પૈસા ઓછા છે. સૌરાષ્ટ્રની અન્ય ડેરીઓમાં પણ ખરીદભાવમાં  મોટો કોઇ તફાવત નથી જેથી અન્ય ડેરીઓ કરતા ઘણો ભાવ વધારો અપાય છે તે વાત પણ માની શકાય તેમ નથી.  હિતેષભાઇએ વધુમાં જણાવ્યું છે કે ખેત ઉત્પાદનના ભાવની પરિસ્થિતી જોતા પશુ-પાલન એક પુરક વ્યવસાય છે જેનાથી વધારાની આવક મેળવી શકાય છે. તાજેતરમાં ચેરમેન ડેરીની પરિસ્થિતિ અને નુકશાનની બાબતે જણાવેલ  છે તે અંગે જાણવા મળ્યા મુજબ રૂ.૧૬ થી ૧૭ કરોડની નુકશાનીનો અંદાજ છે.

 બીજા રાજયોના દુધના ખરીદભાવ સાથે સરખામણી કરવાની જરૂર નથી. એક બાજુ ખરીદભાવમાં ઘટાડો અને દુધની ખરીદીમાં ઓફ આપવો પડે તેવી પરિસ્થિતિનું નિમાર્ણ થયેલ છે ેવા સંજોગોમાં સુચિત મંડળીઓ તેમજ જીલ્લા બહારથી આવતુ પ્રાઇવેટ દુધ (સુચીતના નામે) ખરીદવાનું બંધ કરવું જોઇએ. કાયમી દુધ ભરતા ગ્રાહકોને અન્યાય ન થાય તે માટે બીજા ખર્ચાઓ બંધ કરીને કે કાપ મુકીને, સંજોગો જોતા તેના નિવારણ માટે યોગ્ય આયોજન કરવું જરૂરી  હોવાનું અંત  જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઇ વોરા (મો.૯૯૨૪૮ ૨૭૨૭૬) ની યાદીમાં જણાવાયું છે.

(11:45 am IST)