Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

સદ્દભાવના રેસિડેન્સીમાં બે બહેનના એકના એક ભાઇ સાગર પટેલનો ઝેર પી આપઘાત

૧૮ વર્ષનો યુવાન મુળ લાખાપરનોઃ હાલ પિત્રાઇ સાથે રહેતો'તો

રાજકોટ તા.૧૯: મુળ સરધારના લાખાપરનો વતની અને હાલ કોઠારીયા રોડ પર સદ્દભાવના રેસિડેન્સી-૩માં કાકાના દિકરા સાથે રહેતાં બે બહેનના એકના એક ભાઇ સાગર ભીખાભાઇ ધામેલીયા (ઉ.૧૮) નામના પટેલ યુવાને ગઇકાલે સાંજે ઝેરી ટીકડીઓ પી લેતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ રાત્રે દમ તોડી દીધો હતો.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ સી.એમ. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન કાકાના દિકરા સાથે રહેતો હતો અને સ્વાતિ પાર્કમાં જ આવેલી માધવ ડેરીમાં નોકરી કરતો હતો. આ યુવાનના માતા હયાત નથી. પોતે બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. પિતા-બહેનો લાખાપર રહે છે અને ખેતી કરે છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. (૧૪.૬)

 

(10:45 am IST)