Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત આજીડેમ પોલીસ મથક હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મતદાન મથકોની વિઝિટ: ફ્લેગ માર્ચ

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1-2ની સૂચના આધારે ગ્રામ પંચાયતની ચુંટણી અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગ્રામ્ય વિસ્તારમાં મદદનીશ પોલીસ કમિશનર એચ. એલ. રાઠોડ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન તથા બંદોબસ્ત માટે ફાળવવામાં આવેલ અધિકારી/કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી તથા તમામ અતિ સંવેદનશીલ/સંવેદનશીલ મતદાન  મથકોની વિઝીટ કરવામાં આવી હતી તથા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

(7:28 pm IST)