Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજકોટની વોકાર્ડ-સીનર્જી હોસ્પીટલનો સમાવેશઃ કુલ ૧૯ પ્રકારના રોગો-બિમારીઓ અંગે સારવાર પૂરી પડાશે

વીજ બોર્ડ દ્વારા કર્મચારી-ઈજનેરો-અધિકારીઓની મેડીકલ સારવાર (કેશલેસ) અંગે રાજકોટની ૨ સહિત ૧૬ હોસ્પીટલ સાથે કરાર

અનેક નિયમો સાથેનો પરીપત્ર જાહેર કરી દરેક વીજ કંપની-હોસ્પીટલ, તમામ વીજ કંપનીના વડા, પાવર સ્ટેશનના વડાઓને મોકલી આપ્યો કોરોનાના કેસમાં કલેકટર, મ્યુ. કમિશ્નરો દ્વારા નક્કી થયેલ હોસ્પીટલમાં સારવાર આપવા અંગેનો ખાસ પરીપત્ર જાહેર

રાજકોટ, તા. ૧૮ :. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડે પોતાના કર્મચારીઓ, ઈજનેરો, અધિકારીઓ અને તેમના પરિવાર માટે રાજ્યની મોટી ટોચની ૧૬ હોસ્પીટલો સાથે ૧૯ પ્રકારની બીમારીઓ, રોગો અંગે કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવા અંગે મહત્વના કરાર કર્યા છે.

આ હોસ્પીટલોમાં રાજકોટની બે, વડોદરાની-૫, આણંદની-૧, સુરતની-૪ અને અમદાવાદની ૪ હોસ્પીટલનો સમાવેશ થાય છે.

પરીપત્રમાં જાહેર કરાયેલ નિયમો

હોસ્પીટલ દ્વારા બેડ્સ (પથારીઓ) બાબતે જો પૂર્વ નિર્ધારીત/અગાઉથી નક્કી કરાયેલ સારવાર અંગે જણાવવામાં આવેલ હોય ત્યારે જીયુવીએનએલ અને સંલગ્ન કંપનીના કર્મચારીઓ/લાભાર્થીઓને સારવારમાં પ્રાધાન્ય આપવામાં આવશે. જો કોઈ કિસ્સામાં કર્મચારીઓ અને તેમના કુટુંબના સભ્યો માટે વર્ગ મુજબ મળવાપાત્ર રૂમ ઉપલબ્ધ ન હોય અને દર્દીને મળવાપાત્ર રૂમ કરતા ઉચ્ચ દરજ્જાની રૂમમાં ખસેડવામાં આવે તો તેવા કિસ્સામાં કોઈપણ જાતનો વધારાનો દર/ચાર્જ આકારવામાં/લેવામાં આવશે નહી.

કંપનીની જે ઓફિસ/શાખા દ્વારા હોસ્પીટલમાં સારવાર આપવા અંગેનો અધિકૃત પત્ર આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં કર્મચારીઓ/લાભાર્થીઓની પાત્રતા અંગે સ્પષ્ટતા માટે હોસ્પીટલ સંબંધિત કંપનીની કચેરીનો સંપર્ક સાધી શકાશે.

સારવારના દર અને પેકેજ (મેડીકલ રીઈમ્બર્સમેન્ટ સ્કીમ) જીએસઓ નં. ૨ તા. ૯-૪-૨૦૧૨ પરિપત્ર ક્રમાંકઃ જીયુવીએનએલ/એચઆર/કેશલેસ/૪૬૩ તા. ૧૭-૫-૨૦૧૪ અને પરિપત્ર ક્રમાંકઃ જીયુવીએનએલ/એચઆર/રીવીઝન/મેડીકલ/ સ્ટેન્ટ/૮૪૯/૧૫૪ તા. ૮-૫-૨૦૧૯ મુજબ રહેશે.

જે કિસ્સામાં સારવાર માટેના હોસ્પીટલના દર/ચાર્જ (એસઓસી) જીએસઓ નં.૨ મુજબના દર/ચાર્જ કરતા ઓછા હશે તે સંજોગોમાં બીલ ઓછા દર/ચાર્જ મુજબ જ લેવામાં આવશે. બીલ જીએસઓ નં. ૨ મુજબ આકારવામાં આવશે નહી.

હોસ્પીટલ દ્વારા બધી જ ફાર્મસીની વસ્તુઓ પર વાસ્તવિક બજાર ભાવ ઉપર અને લેબોરેટરી અને રેડીઓલોજી તપાસ માટે હોસ્પીટલમાં નિયત દર ઉપર ૧૦ ટકા છૂટ (ડિસ્કાઉન્ટ) આપવામાં આવશે. કરાર પર હસ્તાક્ષર કરતી વખતે, લેબોરેટરી તથા તમામ તપાસના ચાર્જીસ અંગેના દર હોસ્પીટલ પુરા પાડેલ ચાર્જ કરારના સમયગાળા દરમિયાન બદલશે નહીં.

જીએસઓ નં. ૨ની પ્રવર્તમાન મર્યાદા મુજબ ડોકટરની વીઝીટ-૨ (બે) વખત રહેશે. હોસ્પીટલ દ્વારા ડોકટરની વીઝીટ અંગે વીઝીટીંગ ડોકટરની ડીગ્રીનો અલગથી ઉલ્લેખ કરવો પડશે.

હોસ્પીટલ જીએચએઓ નંં.-૨ મુજબ બીલ બનાવશે. જો તેમ કરવામાં નહીં આવે તો જે આઇટમમાં વધારાની ૨કમ માટે દાવો કરવામાં આવેલ હોય તે કુલ ૨કમ ઉપ૨ ૧૦% દંડ લેવામાં આવશે.

હોસ્પિટલ ઇમ૨જન્સીમાં નોંંધણી અને વિઝીટ૨ પાસ વગેરે માટ કોઇપણ જાતની ફી લેશે નહી.

જયારે કર્મચારી એબે મળવાપાત્ર થતાં વોર્ડ કરતાં વધુ ઉચ્ચ કક્ષાના વોર્ડની પસંદગી કરે ત્યારે વધારાના રૂમના ચાર્જીસ કર્મચારીએ પોતે ભોગવવાના રહેશે.

ઇમરજન્સીના કિસ્સામાં કંપનીના લાભાર્થી/કર્મચારીને કંપની દ્વ્રારા આપવામાં આવેલ ઓળખપત્રના આધારે અને ઓળખના પુરાવાના આધારે કર્મચારી/આર્ધારેત કુટુંબના સભ્યોને દાખલ કરી શકાશે. પરંતુ દાખલ કર્યાના ૪૮ કલાકથી અંદર અથવા હોસ્પિટલમાંથી ૨જા લેતાં પહેલા જે વહેલુ હોય તે મુજબ અધિકૃત પત્ર અચૂક ૨જૂ કરવાનો રહેશે, જો તેમ કરવામાં નહી આવે તો કર્મચારી/લાભાર્થી કે, જેમણે સા૨વા૨ લીધી હશે તેવા કિસ્સામાં ૨જા લેતી વખતે બીલની ચુકવણી જાતે કરવી પડશે.

હોસ્પિટલ દ્વારા બધી જ દવાઓ, લોહી કોઇ પણ જાતના કૃત્રમ અંગો અને હોસ્પિટલ સિવાય બહા૨થી કરાવવાની તપાસ જે સા૨રવા૨ માટે જરૂરી હોય તે પૂરી પાડવામાં આવશે તે અંગેનો ખર્ચ આખરી બીલમાં આકારવામાં આવશે. આવા કિસ્સામાં હોસ્પિટલ દ્વારા કોઇ પણ ૨કમ સીધે સીધી દર્દી પાસેથી વચૂલવાની રહેશે નહીં.

દર્દીને હોસ્પિટલમાંથી ૨જા આપતી વખતે, કર્મચારી/લાભાર્થી/આધિકૃત કુટુંબના સભ્ય દ્વારા સહી કરેલ અંતિમ બીલ જે તે કંપનીભા કર્મચારી/લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં એનેક્ષર-૧ ની કલમ-૧૩ અને ૧૪ મુજબ (જેમાં હોસ્િેપટલમાં દાખલ થયાના ખર્ચ અંગેનું બીલ હોસ્પિટલ સિવાય બહા૨ કરાવેલ તપાસ અંગેના બીલ અને હોસ્પિટલમાંથી ૨જા લીધા બાદ કરેલ ખર્ચ અંગેના બીલ્સ જે કોઇ હોય તો તે સામેલ હશે.) હોસ્પિટલમાંથી ૨જા આપવા અંગેની વિગત/માહેતી અને તપાસ અહેવાલ જે કંપની દ્વારા દાખલ કરવા માટે આધિકૃત પત્ર આપવામાં આવેલ હશે તે કંપનીની કચેરી/વિભાગને હોસ્પિટલ દ્વારા બીલ મોકલવામાં આવશે.

બીલીંગ બિયત કરેલા ટેરિફ/પેકેજ કલમ નં. ૪ થી ૧૪ મુજબ થશે,જે સમજૂતી કરા૨ કર્યાની તારીખથી ૧ વર્ષની મુદત સુધી બદલી શકાશે નહી.

હોસ્પિટલ દરેક મહિનાની ૧ થી ૧૫ તારીખ સુધી બીલ ૨જૂ કરશે અને કંપની આવા બીલની ચુકવણી બીલ ૨જૂ કર્યાથી ૩૦ દિવસની અંદ૨ કરશે.

કંપની દ્વારા કરાયેલ તારીખ અને સમય મુજબ કંપનીના કર્મચારીઓના વધુ સારા સ્વાસ્થ્ય માટે જે તે કંપનીઓની કચેરીમાં ૬ (છ) 'હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ)નું હોસ્પિટલ દ્વારા સ્વખર્ચે આયોજન કરવાનું ૨હેશે.

હોસ્પિટલ દ્વારા વૈધકીય સેવા અથવા કામગીરી અંગે કોઇપણ જાતની કસુ૨ (ભુલ) અથવા બેદ૨કારી જણાશે તો તે બાબતે ઉપશ્થિત થના૨ આર્થિક જવાબદારી સંપૂર્ણપણે હોસ્પિટલ દ્વારા ભોગવવાની રહેશે.

હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ હેલ્થ ચેક અપ પેકેજીસ ઉપ૨ ૨૫% છુટ (ડેસ્કાઉન્ટ આપવામાં આવશે.

હોસ્પિટલ દ્વારા કોવિડ-૧૯ ની સારવાર માટે જીયુવીએનએલ અને સંલગ્ર કંપનીના કર્મચારીઓ/લાભાર્થીઓને ગુજરાત સ૨રકા૨/ જિલ્લા કલેકટ૨ / મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુકત હોસ્પિટલો માટે સમયાંતરે નક્કી કરેલા દ૨ મુજબ કેશલેસ સા૨વા૨ આપવામાં આવશે.

હોસ્ટિલને કર્મચારીની સંમતિ માટે આપેલ ફોર્મેટ મુજબ કર્મચારી/સંબંધીની સંમતિ તેની પોતાની ભાષામાં લેખિતમાં લેવાની શ્હેશે અને સીએમઓ કમિટીના કોઇપણ સભ્ય/ કંપનીના નોડેલ મેડીકલ ઓફીસર પાસેથી મંજૂરી લેવાની રહેશે.

જોખમી ઇજા/સારવારના કિસ્સામાં જયારે મોટો ખર્ચ થવાની શકયતા હોય ત્યારે અને જટીલ વૈધયકીય બાબતમાં કોઇ પણ એક ચીફ મેડીકલ ઓફિસ૨નો સંપર્ક લાધવાનો રહેશે.

સંબંધિત કંપનીઓની કોર્પોરેટ કચેરીઓ દ્વારા લેવાના થતા પગલાઃ-

કર્મચારીની પૂર્વ નિર્ધારીત સા૨વા૨ માટે, સંબંધિત કંપનીની કોર્પોરેટ ઓફીસ, કર્મચારીનું નામ, હોદ્દો, એમ્પલોઇ નંબર ફ૨જનું સ્થળ, કર્મચારીના કૂટુંબનો સભ્ય જે કર્મચારી ઉપર આધારીત હોય તે અને તેના કર્મચારી સાથેના સંબંધ અંગેની વિગતો નિયત કરેલા પત્રકમાં ભરીને અધિકૃત પત્ર (Authorization) સાથે અગાઉથી હોજપટલને મોકલવાનો રહેશે.

ઈમરજન્સીના કિસ્સામાં દર્દીને દાખલ કરતી વખતે કોર્પોરેટ ઓફિસ દ્વારા દર્દીને દાખલ કર્યાથી ૪૮ કલાકની અંદર અધિકૃત પત્ર રજૂ કરવાનો રહેશે.

કર્મચારી દ્વારા અથવા કુટુંબના સભ્યો દ્વારા લીધેલ સારવાર અંગેનું કર્મચારી દ્વારા સહી કરેલુ બીલ કોર્પોરેટ ઓફિસમાં મળ્યેથી સંબધીત કંપનીની કોર્પોરેટ ઓફિસે દર મહિનાની પહેલી અને પંદર તારીખે બીલ રજુ કર્યાની એક મહિનાની અંદર પાસ કરવાનું રહેશે.

હોસ્પીટલના મેડીકલ બીલ્સ પાસ કરવા માટેની પ્રક્રિયા માટે સ્પેશીયલ સ્કીમની વ્યવસ્થા માત્ર કોર્પોરેટ ઓફિસ ખાતે ઘડવામાં - કાર્યરત કરવામાં આવેલ છે.

કેશલેસ કલેઈમ ઈ-ઉર્જા સીસ્ટમમાં મંજુર કરનાર અધિકારી દ્વારા મંજુર થયા પછી કર્મચારીને નામંજુર થયેલ રકમ અને તે રકમની ચુકવણી અંગે તરત જાણ કરવાની રહેશે. બીલની કુલ રકમ જે તે હોસ્પીટલને ચુકવવાની રહેશે.

કેશલેસ મેડીકલ કલેમમાં નામંજુર થયેલ રકમ ઉપર ૧૨ ટકા વ્યાજ હોસ્પીટલને ચુકવાયેલ રકમની તારીખથી કર્મચારી પાસેથી વસુલ કરવામાં આવશે. 

(4:06 pm IST)