Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ત્રણ શાળાઓમાં કોરોનાની એન્ટ્રી બાદ ડીઇઓ કૈલા એકશનમાં: ર૪ શાળાઓમાં ઘનિષ્ઠ તપાસ

૬ ટીમ દ્વારા કેટલીક શાળાઓમાં જરૂરી સુચના આપવામાં આવીઃ સતત ચેકીંગ ચાલુ રહેશે

રાજકોટ, તા., ૧૮: છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો વધી રહયા છે. ગઇકાલે રાજકોટની ૩ શાળાઓમાં ૪ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોનાથી સંક્રમીત થયા બાદ વાલીઓમાં ચિંતા વધી છે. ત્યારે આજે રાજકોટ જીલ્લા શિક્ષણાધારી શ્રી કૈલાએ શહેરની શાળાઓમાં ચેકીંગ હાથ ધર્યુ છે.

રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી કૈલાના માર્ગદર્શન તળે ૬ ટીમ દ્વારા ધોળકીયા, મોદી, સર્વોદય, એસઓએસ સહીતની ર૪ શાળાઓમાં કોવીડ-૧૯ની એસઓપીનું પાલન થાય છે કે નહિ? તપાસ હાથ ધરવામાં આવી હતી.

જીલ્લા શિક્ષણાધીકારીની તપાસ ટીમની ધ્યાનમાં કયાંક સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ, રીસેષમાં છાત્રો ભેગા થઇ જતા હોય પ્રવેશ દ્વારે જરૂરી ચેકીંગ ઓછુ હોય વધારવા સુચના આપવામાં આવી છે.

રાજકોટની શાળાઓમાં આ અંગે સતત ચેકીંગ ચાલુ રહેશે.

(4:04 pm IST)