Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

તુષાર ત્રિવેદીની સ્પોર્ટસ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કારોબારી સભ્ય તરીકે વરણી

સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાર્ષિક સાધારણ સભા આસામના ગુવાહાટી શહેરમાં મળી હતી. જેમાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ તુષાર ત્રિવેદીની સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SJFI)ના કારોબારી સભ્ય તરીકે બિનહરીફ વરણી થઈ છે.  જ્યારે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંજુ ચક્રવર્તી, સુમિત મહાપાત્રા, વિકાસ પાંડે અને દેવેન્દ્ર પાંડેની વરણી થઈ છે. આ સભામાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત તરફથી કારોબારી સભ્ય અધિરાજસિંહ જાડેજા અને પેટ્રન હિતેશભાઈ પટેલ (પોચી) ખાસ હાજર રહ્યા હતા.

(3:31 pm IST)