Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

મ.ન.પા.ના આરોગ્ય વિભાગની ચેકીંગ ઝુંબેશ

દાંડી નમકમાં આયોડીન વધુ હોવાથી વેપારી - ઉત્પાદકને ૪૫ હજારનો દંડ

ફૂડ વિભાગે લીધેલા મિકસ દૂધ - મિલ્ક ફૂડ પ્રોડકટ સહિત ૪ નમૂનાઓ ફેઇલ થતાં વેપારી - ઉત્પાદકોને કુલ ૧ લાખનો દંડ ફટકારાયો : ભાવનગર રોડ પર વિધ્નેશ્વરી પાન એન્ડ કોલ્ડ્રીંકસમાંથી ૧૨ લીટર એકસપાઇરી ડેટ કોલ્ડ્રીંકસનો નાશ : ૪ વેપારીને નોટીસ

રાજકોટ તા. ૧૮ : મ.ન.પા.ના આરોગ્ય વિભાગે આજે ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઉપરાંત અગાઉ લીધેલા દાંડી નમકનો નમૂનો ફેઇલ થતાં વેપારી તથા ઉત્પાદકને ૪૫ હજારના દંડ સહિત અન્ય ત્રણ વેપારી - ઉત્પાદકોને પણ મીકસ દૂધ તથા મીલ્ક ફૂડ પ્રોડકટના નમૂના ફેઇલ થવા બાબતે આ ચારેય પેઢીઓને મળી કુલ ૧ લાખનો દંડ ફટકારાયો છે.

આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કર્યા મુજબ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ નમૂનાઓના જવાબદારો પર એજયુડીકેશન કાર્યવાહી બાદ એજયુડીકેશન ઓફિસર (રેસિડન્ટ એડીશનલ કલેકટર) દ્વારા થયેલ પેનલ્ટીની વિગત  આ મુજબ છે.

(૧) ધનજીભાઈ લાખાભાઈ માટીયા – ખોડીયાર ડેરી ફાર્મ, મુ. ઢોલરા (ફેરિયા) લેવાયેલ મિકસ દુધ લુઝનો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજયુડીકેશન કાર્યવાહી બાદ રૂ. ૫,૦૦૦ પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલ છે.

(૨) ધવલકુમાર વિનોદભાઈ ગજેરા – રામેશ્વર ડેરી ફાર્મ – ઓમ નગર, રાજકોટ – લેવાયેલ મિકસ દુધ લુઝનો નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજયુડીકેશન કાર્યવાહી બાદ રૂ. ૧૦,૦૦૦ પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલ છે.

(૩) હેમંતસિંહ જેસીંગજી ચાવડા – જનતા ડેરી ફાર્મ – રૈયાગામ મેઈન રોડ, રાજકોટ – સ્થળેથી પેસ્ચુરાઇઝ ફૂલ ક્રીમ મિલ્ક (૫૦૦ એમ.એલ. પેકડ) નમુનો મિસ બ્રાન્ડેડ જાહેર થતા રૂ. ૧૦,૦૦૦ પેનલ્ટી તેમજ ઉત્પાદક જનતા મિલ્ક ફૂડ પ્રોડકટ – કુવાડવા, સરધાર રોડ રાજકોટ પેઢીને રૂ. ૫૦,૦૦૦ તેમજ ઉત્પાદક પેઢીના જવાબદાર ધર્મેન્દ્રસિંહ ચાવડાને રૂ. ૨૫,૦૦૦ની પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલ.

(૪) રાજાણી મોહિત તાજદીનભાઈ અને જીગર તાજદીનભાઈ – જી.ટી.સોલ્ટ સપ્લાયર્સ – ભાવનગર રોડ, રાજકોટ – સ્થળેથી દાંડી રિફાઇન ફ્રી ફલો આયોડાઈસ સોલ્ટ (૧ કિ.ગ્રા.. પેકડ) નમુનો સબ સ્ટાન્ડર્ડ (આયોડીનનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ) જાહેર થતા રૂ. ૧૫,૦૦૦ પેનલ્ટી તેમજ ઉત્પાદક ઇન્ડો બ્રાઈન ઇન્ડસ્ટ્રીઝ – મુ. ચોપડવા તા. ભચાઉ જી. કચ્છ પેઢીને રૂ. ૫૦,૦૦૦ ની પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલ.

વન વીક વન રોડ અંતર્ગત ભાવનગર રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૧૨ લીટર કોલ્ડ્રીંકસનો નાશ કરેલ અને ૪ ફૂડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ.

નમુનાની કામગીરી

ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ નમૂનાલેવામાંઆવેલ (૧) મીઠો માવો લુઝ, ગજાનન ડેરી ફાર્મ, ચુનારાવાડ ચોક, (૨) મિકસ મિલ્ક, ગજાનન ડેરી ફાર્મ, ચુનારાવાડ ચોક ખાતેથી નમુના લીધેલ છે.

ચકાસણીની વિગત

ફૂડ વિભાગ દ્વારા તા.૧૮/૧ર/૨૦૨૧ ના શહેરના ભાવનગર રોડ પર આવેલ (૧) અરિહંત ફરસાણ – લાયસન્સ અંગે નોટીસ (૨)અનામ ઘૂઘરા – ખાદ્ય તેલનું ડિસ્પ્લે કરવા અંગે નોટીસ, (૩) ગજાનન ડેરી ફાર્મ – હાઈજિનિક કન્ડીશન અંગે નોટીસ, (૪) એન્જોય કોલ્ડ્રીંકસ – હાઈજિનિક કન્ડીશન અંગે નોટીસ, (૫) વિઘ્નેશ્વરી પાન એન્ડ કોલ્ડ્રીંકસ – ૧૨ લીટર એકસપાઈરી કોલ્ડ્રીંકસનો નાશ કરવામાં આવ્યો હતો.

(3:28 pm IST)