Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજકોટમાં ૫૬૧ લોકો વિદેશથી આવ્યા, તેમાંથી ૧૦૯ હાઈરિસ્ક દેશમાંથી આવેલાનું ઓમિક્રોન ટેસ્ટીંગ

૯૦ લોકોના ટેસ્ટ નેગેટીવઃ ૧૯ પેન્ડીંગ

રાજકોટ, તા. ૧૮ :. કોરોનાનો નવો વેરીયન્ટ ઓમિક્રોન શહેરમાં ફેલાય નહી તે માટે મ.ન.પા. દ્વારા વિદેશથી આવેલા લોકોને શોધીને કવોરન્ટાઈન કરી હાઈરિસ્ક એટલે કે જ્યાં ઓમિક્રોન ફેલાયો છે તેવા દેશોમાંથી આવેલા લોકોના ઓમિક્રોન અંગેના ટેસ્ટીંગ થઈ રહ્યા છે. જે અંતર્ગત આજ સુધીમાં કુલ ૫૬૧ લોકોને કવોરન્ટાઈન કરાયા છે.

આ બાબતે મ.ન.પા.એ સત્તાવાર જાહેર કરેલ વિગતો મુજબ આજ સુધીમાં વિદેશથી આવેલા ૫૬૧ લોકોને કવોરન્ટાઈન કરાયા છે. જે પૈકી ૧૦૯ વ્યકિતઓ કે જે હાઈરિસ્ક દેશમાંથી આવેલા છે. તેઓના જીનોમ સીકવન્સીસ ટેસ્ટ કરાયા હતા.

જો કે આ ૧૦૯ પૈકી ૯૦ લોકોના ઓમિક્રોન ટેસ્ટ નેગેટીવ આવતા હાશકારો થયો છે.

હજુ ૧૯ જેટલા ટેસ્ટનું રીઝલ્ટ પેન્ડીંગ છે.

(3:04 pm IST)