Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

વોર્ડ નં.૧,૨(પાર્ટ),૯,૧૦(પાર્ટ)માંં ૨ થી ૩ કલાક મોડુ પાણી વિતરણ

રૈયાધાર પમ્પીંગ સ્ટેશને વાલ્વમાં ટેકનીકલ ખામી સર્જાતા ગાંધીગ્રામ, હનુમાન મઢી, ૧૫૦ ફુટ રીંગ રોડ, શાંતિનીકેતન, રંગ ઉપવન સહિતનાં વિસ્તારોમાં અસરઃ તંત્ર દ્વારા યુધ્ધનાં ધોરણે કામગીરી

રાજકોટ,તા.૧૮: શહેરનાં વોર્ડ નં.૧માં રૈયાધાર ખાતે આવેલ પંમ્પિગ સ્ટેશનનાં વાલ્વમાં ટેકનીકલ ખામી સર્જાતા આજે વોર્ડ નં.૧,૨(પાર્ટ),૯ તથા ૧૦(પાર્ટ)નાં વિસ્તારોમાં બે કલાક પાણી વિતરણ મોડુ થયુેં હતુ.  આ અંગે મનપાના સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે વ્હેલી સવારે રૈયાધાર ખાતે આવેલા પાણીનાં ટાંકોની લાઇનનાં વાલ્વમાં ટેકનીકલ ખામી સર્જાતા આ પમ્પિંગ સ્ટેશન હેઠળનાં વોર્ડ નં.૧,૨(પાર્ટ),૯,૧૦(પાર્ટ)માં સવારનાં ૭ વાગ્યા પછીથી વિતરણ થતા ગાંધીગ્રામ, શાતિનિકેતન, રૈયા રોડ,૧૫૦ ફુટ રીંગ રોડ પરનાં વિસ્તારોમાં ૨ થી ૩ કલાક પાણી મોડુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

તંત્ર દ્વારા વાલ્વ રીપેરીંગની કામગીરી યુધ્ધનાં ધોરણે કરવામાં આવી હતી.

(3:02 pm IST)