Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

અમીન માર્ગ પર 'હરભોલે ઢોસા'નો મંગલ પ્રારંભ

રાજકોટ : અહીંના અમીન માર્ગ પર ચંદન પ્રોવિઝન સ્ટોરની સામે 'હરભોલે ઢોસા' નો શુભારંભ થયો છે. મુળ જેતપુરના ગણાતા 'હરભોલે ઢોસા' ૧૯૮૧ થી સ્વાદની દુનિયામાં છવાયેલા છે. ત્રણ બ્રાન્ચ ધરાવે છે. જેની એક વધુ શાખા પ્રતિક રૂપાપરા, રાજેશ સેટીયાર, પરેશ ગજેરા દ્વારા રાજકોટમાં શરૂ કરાતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. મંગલ ઉદ્દઘાટન પ્રસંગે મેયર ડો. પ્રદિપભાઇ ડવ, ધમેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ ખાટડી), સુખદેવસિંહ ઝાલા બલદેવ ગ્રુપ, પી.એસ.આઇ. વી. કે. ઝાલા, કોન્સ્ટેબલ મસરીભાઇ વગેરે ઉપસ્થિત રહેલ. મહેમાનોનું સુહાનીબેન ગજેરાએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ. તસ્વીરમાં રીબીન કાપી 'હરભોલે ઢોસા'નો પ્રારંભ કરાવી રહેલ મેયર ડો. પ્રદિપ ડવ તેમજ ઉપસ્થિત મહેમાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

(3:01 pm IST)