Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

શિક્ષણ સમિતિની તમામ શાળાઓ બંધ કરોઃ ભાનુબેન સોરાણી

બાળકોમાં કોરોના ન ફેલાય તેની આગોતરી તકેદારી લેવા વિપક્ષનેતાની રજુઆત

રાજકોટ,તા ૧૮: કોરોના કેસ દીવસે ન દીવસે વધી રહ્યા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે ત્યારે બાળકોમાં કોરોના ન ફેલાય તે માટે આગોતરી તકેદારી લેવા સમિતિની શાળાઓ બંધ કશી વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રજુઆત કરી હતી.

આ અંગે મ.ન.પા.ના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી કોરોના મહામારીની ત્રીજી લહેર પીક પકડશે અને ૧૫ જાન્યુઆરી બાદ દ્યાતક તીવ્રતા નરમ પડવાની ચેતવણી આપેલ હોય તે અનુસંધાને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓ બંધ કરવા અને કોરોના મહામારીની લહેર ઉઠે તેના આગોતરા તકેદારીના પગલા લેવા વિપક્ષીનેતાએ મ્યુની. કમિશ્નરને રજૂઆત કરેલ છે

વધુમાં ભાનુબેનએ જણાવ્યું છે કે શાળાના બાળકોને લેવા-મુકવા જતા વાહનો જેવા કે વાન-રીક્ષા-સ્કુલબસ-છોટાહાથી-મેટાડોર-મીનીબસ જેવા વાહનોમાં સોસીયલ ડીસટન્સ જળવાતું નથી અને બાળકોને ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવે છે ત્યારે મનપાનું તંત્ર આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસને સાથે રાખી આર.ટી.ઓ. ના નિયમાનુસાર બેઠક વ્યવસ્થા કરવાની કામગીરી કરવામાં આવે વધુમાં ભાનુબેને જણાવ્યું છે કે જયારે શાળામાં કેસ આવે ત્યારે શાળા બંધ કરવાની કામગીરી કરો છો ત્યારે બાળકોના જીવના જોખમ લીધા વગર શાળા બંધ કરો તેવું ભાનુબેન સોરાણીએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(2:59 pm IST)