Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ચુનારાવાડ ચોક પાસે રવીભાઇ સલાટના મકાનમાં આગ

આગમાં સેટી,પલંગ, પંખો અને કબાટ બળી ગયો

રાજકોટ તા. ૧૮ : ભાવનગર રોડ ચુનારાવાડ ચોક પાસે આવેલા મકાનમાં એકાએક આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ ચુનારાવાડ ચોક પાસે રહેતા રવીભાઇ સલાટના મકાનમાં આગ લાગતા નાસભાસ મચી ગઇ હતી. બનાવની જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફના ફાયરમેન રસીકભાઇ, અરબાઝખાન, અજયભાઇ તથા ભીખાભાઇ સહિતે ફાયરફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી આગ મકાનના બીજા માળે રૂમમાં લાગ હતી જેમાં સેટી, પલંગ, પંખો તથા કબાટ સહિતનો સામાન બળી ગયો હતો. આગ કયા કારણોસર લાગી અને તેમા થયેલી નુકસાની અંગે તપાસ થઇ રહી છે.

(2:58 pm IST)