Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

નાનામવા રોડ સમૃધ્ધિનગરના કવાર્ટરમાં જુગારધામ પર દરોડો : આઠ પકડાયા

તાલુકા પોલીસનો દરોડો : ૨૬ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૮ : નાનામવા રોડ પર આવેલા સમૃધ્ધિનગર આવાસ યોજના કવાર્ટરમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૮ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નાનામવા રોડ પર સમૃધ્ધિનગરના કવાર્ટરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.ડી.ડામોર, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી તથા અરજણભાઇ ઓડેદરાને બાતમી મળતા સમૃધ્ધિનગર બ્લોક નં. ૧૯ કવાર્ટર નં. ૬માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કવાર્ટર માલીક વિજયપરી ભીખુપરી ગોસ્વામી, બ્લોક નં. ૪૪ કવાર્ટર નં. ૧૩ના આશીષ ભીખુભાઇ રાઠોડ, બ્લોક નં. ૩૭ કવાર્ટર નં. ૨૦ના આફતાબ હુશેનઅલી કાદરી, મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧માં વ્રજવિલા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૧ના જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાણા, બ્લોક નં. ૩૭ કવાર્ટર નં. ૨૦ના સલીમ નજરમીયા સૈયદ, બ્લોક નં. ૧ કવાર્ટર નં. ૪ના રણજીતસિંહ દેશળજી ગોહિલ, બ્લોક નં. ૨૭ કવાર્ટર નં. ૪ના ઇલાબેન દિપકભાઇ કાપડી અને બ્લોક નં. ૨૭ કવાર્ટર નં. ૨૦ના અસ્માબેન સલીમ સૈયદને પકડી લઇ રૂ. ૨૬,૩૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

(2:45 pm IST)