Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

કરણપરા ચોકમાં મોબાઇલમાં આઇ.ડી.બનાવી જુગાર રમતો આનંદ પકડાયો

ક્રાઇમબ્રાંચનો દરોડોઃ ૪ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૮ : શહેરના કરણપરા ચોક પાસે ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલમાં આઇ. ડી. બનાવી જુગાર રમતા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કરણપરા ચોક પાસે એક શખ્સ મોબાઇલ ફોનમાં જુગાર રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, અને જયેશભાઇ નીમાવતને બાતમી મળતા કરણપરા ચોક પાસેથી મોબાઇલ ફોનમાં આઇ.ડી.બનાવી રમીનો જુગાર રમતા આનંદ ભરતભાઇ કારીયા (ઉ.ર૯) (રહે. સોરઠીયાવાડી સર્કલ પાસે મેહુલનગર-ર) ને પકડી લઇ રૂ. ૪ હજાર તથા મોબાઇલ ફોન સહિતની મત્તા કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે.જાડેજા, એ.એસ.આઇ. રાજદિપસિંહ, જયેશભાઇ, હિતેન્દ્રસિંહ, ભારતસિંહ, મહેશભાઇ, જયદીપસિંહ અને શકિતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(2:45 pm IST)