Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

સોરઠીયા વાડી સર્કલ પાસે મોબાઇલમાં લુડો ગેમ્સ રમતો પાર્થ ઝડપાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : ૧૧૦૦ની રોકડ કબ્જે

રાજકોટ,તા.૧૮: સોરઠીયાવાડી ર્સકલ નજીક રામેશ્વર ચોક પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી મોબાઇલમાં લુડો ગેમ્સ રમતા એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સોરઠીયા વાડી સર્કલ પાસે એક શખ્સ મોબાઇલ ફોનમાં ઓનલાઇન ગેમ્સ પર જુગાર રમતો હોવાની ક્રામઇ બ્રાંચના શકિતસિંહ ગોહિલ અને મહેશભાઇ ચાવડાને બાતમી મળતા સોરઠીયા વાડી સર્કલ નજીક રામેશ્વર ચોક પાસે દરોડો પાડી મોબાઇલ ફોનમાં ઓનલાઇન લુડો ગેમ્સ રમતો પાર્થ રજનીભાઇ જોબનપુત્રા (ઉવ.૨૬) (રહે. લક્ષ્મીવાડી શેરી નં. -૯)ને પકડી લઇ રૂ. ૧૧૦૦ રોકડા તથા મોબાઇલ ફોન મળી રૂ. ૧૧,૧૦૦ ની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ જયેશભાઇ, રાજદીપસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ,જયદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(2:39 pm IST)