Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

જામનગર રોડ સાંઢીયા પૂલ પાસે એસટી બસે એકટીવાને ઠોકરે લીધા બાદ અડધો કલાક ટ્રાફિક જામ રહ્યોઃ વાહનોની કતાર

રાજકોટઃ જામનગર રોડ સાંઢીયા પૂલ પાસે એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૨૦૫૪ની ઠોકરે એકટીવા નં. જીજે૦૩સીએસ-૯૯૬૩ ચડી જતાં તેમાં નુકસાન થયું હતું. સામાન્ય અકસ્માતને પગલે બંને વાહનના ચાલકો વચ્ચે માથાકુટ થતાં અને લોકો ભેગા થઇ જતાં તમાશો સર્જાયો હતો. વાહનો રોડ પરથી ન હટાવતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. અંદાજે અડધો કલાક સુધી વાહનોની કતાર જામી ગઇ હતી અને કેટલાય વાહનો ફસાયા હતાં. બેમાંથી કોઇએ નમતું ન મુકતાં આ જામ સર્જાયાનું લોકો કહી રહ્યા હતાં. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો, લોકોનું ટોળુ, બંને વાહનના ચાલકો વચ્ચે ચડભડના દ્રશ્યો અને ઉપરની તસ્વીરમાં ટ્રાફિકજામને કારણે વાહનનો કતાર જામી ગઇ હતી તે જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:38 pm IST)