Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ઇવનીંગ પોસ્ટ પાર્કમાં કાલે એચ.પી. મ્યુઝીકલ ગ્રુપ ધુમ મચાવશે : સંગીત સંધ્યાનું આયોજન

રાજકોટ : હાલ કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે આ કપરો કાળ પણ એક દિવસ જતો રહેશે તેવુ સમજાવતા શબ્દો સાથેની  રચનાઓને લઇ સ્વર સાધના મ્યુઝિકલ સ્ટુડીયોવાળા એચ.પી. પટેલ દ્વારા એક નવતર સંગીત સંધ્યાનું આયોજન કરાયુ છે. આવી શબ્દ રચનાઓને ગીત સંગીત દ્વારા મઢીને ફિલ્મના માધ્યમથી રજુ કરાશે. એચ. પી. પટેલના આ શ્રેષ્ઠ વિચારોને લોકો સમક્ષ પ્રસ્તુત કરવા કાલે તા. ૧૯ ના રવિવારે સાંજે ૬ વાગ્યે ઇવનીંગ પોસ્ટ, સીનીયર સીટીઝન પાર્ક, જીલ્લા બેંક ભવનની બાજુમાં 'સંગીત સંધ્યા' મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન કરાયુ છે. જેમાં ધીરૂભાઇ કનેરીયા, ધનંજય વ્યાસ, ફાલ્ગુની પટેલ, જહાનવી દાવડા, નિધિ વ્યાસ, ડો. અનિલ ત્રાંબડીયા, રાકેશ પાડલીયા, (કેનેડા) એચ. પી. પટેલ, અતુલ સંઘવી, દિલીપભાઇ ડોડીયા સહીતના કલાકારો સંગીતના સથવારે પ્રેરક રચનાઓ રજુ કરશે.

(2:23 pm IST)