Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘની ટીમ દ્વારા રેલ્વેના મહાપ્રબંધક આલોક હંસલજી સાથે મુલાકાત

ટી.સી.-એ.સી.સી.ના પ્રમોશન માટેની પરીક્ષા તાત્કાલીક લેવડાવો

રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ રેલ કર્મીઓના બાળકો અને તેના પરીવારજનોને જ મળવુ જોઇએઃ હિરેન મહેતાની આગેવાની હેઠળ અનેકવિધ પ્રશ્ને રજુઆત

રાજકોટઃ હિરેન મહેતા ડિવીઝનલ સેક્રેટરી વે.રેલ્વે મજદુર સંઘની જણાવેલ યાદી મુજબ વેસ્ટર્ન રેલ્વેના મહાપ્રબંધક શ્રી આલોક હંસલજીની રાજકોટ ડિવીઝનની મુલાકાત દરમિયાન રેલ કર્મચારીઓની વિવિધ માંગો અને સમસ્યાઓના સમાધાન હેતુ મળીને રજુઆત કરેલ.

જેમાં મુખ્યત્વે  (૧) રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડને પ્રાઇવેટ કોર્પોરેટને ભાડા પર આપેલ છે. જેના લીધે રેલ કર્મચારીઓના બાળકો તેના પરિવારજનો વંચીત રહે છે જે સુવિધા રેલકર્મીના પરિવાર માટે છે અને તેમને મળવી જોઇએ.

ટી.સી./ એસીસીના પ્રમોશન માટે ઘણા લાંબા સમયથી પરીક્ષાઓ લેવામાં આવેલ નથી તો એ જલ્દીથી લેવામાં આવે તથા કોર્ટ કેસમાં આવેલ નિર્ણય અનુસાર કર્મચારીઓની તરફેણમાં કાર્યવાહી કરવામાં આવે તેમજ કોમ્પેન્શેશન ગ્રાઉન્ડ પરની નિમણુંક માટેની રજુઆત કરેલ તથા

(૩) રેલ્વે બોર્ડના ધારા નિયમો પ્રમાણે કામકાજ સમગ્ર વેસ્ટર્ન રેલ્વેમાં કરવામાં આવે.

(૪) એલ.ડી.સી.ઇ. સીલેકશનની પરીક્ષામાં ગ્રુપ ડીના બધા વિભાગ કર્મચારીઓને એલજીબલ કરવામાં આવે.

આ સાથે લોકો લાંબીમાં બેઝીક સુવિધા વોશરૂમની ફેસીલીટી ઉપલબ્ધ કરાવવામાં આવે જેવી અનેક મહત્વપૂર્ણ રજુઆત કરેલ.

જેના માટે નિયમાનુસાર તુરંત સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એવુ એવુ આશ્વાસન જનરલ મેનેજર શ્રી આલોક હંસલજીએ PCPO શ્રી સુરેન્દ્રકુમાર તથા ડીઆરએમ શ્રી અનિલકુમાર જૈનની ઉપસ્થિતિમાં આપેલ હતુ.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાની આગેવાની હેઠળ ડી.એસ.શર્મા, અભિષેક રંજન, કેતન ભટ્ટી, હરજીભાઇ તથા મહિલા પાંખના શ્રીમતી અવની ઓઝા, જયશ્રીબેન સોલંકી, ધર્મીષ્ઠા થોરીયા, પુષ્પા ડોડીયા, વિક્રમબા, ધર્મીષ્ઠા પૈજા ઉપસ્થિત રહેલ હતા. 

(2:22 pm IST)