Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૮: ડુપ્લીકેટ માર્કશીટના ગુન્હામાં આગોતરા જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેર ગુન્હા શોધક શાખા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ. શ્રી એમ. એસ. અંસારીએ તા. ૧૭/૦પ/ર૦ર૧ના રોજ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે તેઓને બાતમી મળેલ કે ભાવીક ખત્રી નામનો માણસ ઉતર પ્રદેશ યુનિવર્સિટી તથા મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસીના ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપે છે જેથી તેના ઘરની જડતી કરતા તેના કબ્જામાંથી જુદા જુદા વિદ્યાર્થીઓની બનાવટી માર્કશીટ મળી આવતા સગીર બાળકો તથા તેના વાલીઓની સામે ફરીયાદ નોંધાવેલ હતી.

રાજકોટ શહેરમાં મવડી ચોકડી પાસે આવેલ પટેલ નગરમાં રહેતા સુરેશભાઇ મગનભાઇ વસોયાએ સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરીને રજુઆત કરેલ કે તેઓએ કોઇ બનાવટી માર્કશીટ બનાવેલ નથી કે તેમના કબ્જામાંથી કોઇ બનાવટી દસ્તાવેજો કબ્જે કરવામાં આવેલ નથી. તેમજ ચાર્જશીટમાં આ બનાવટી દસ્તાવેજો ભાવીક પ્રકાશભાઇ ખત્રી પાસેથી કબ્જે કરવામાં આવેલ છે, બનાવટી માર્કશીટનો કોઇ ઉપયોગ આજ સુધી કોઇ જગ્યાએ કરવામાં આવેલ નથી તેમજ તેઓની પાસેથી કોઇ ડીકવરી કે રીકવરી તપાસનીશ અધિકારીએ કરવાની ન હોય, જેથી આગોતરા જામીન માટેનો પ્રથમ દર્શનીય કેસ છે.

આ કામમાં બન્ને પક્ષકારોની દલીલો, તપાસના કાગળો, તથા કાયદાકીય પરિસ્થિતિ તથા સહતહોમતદારો જામીન મુકત થયેલ હોય, જેથી ''સમાનતા'' સિધ્ધાંતને ધ્યાને લઇને તેમજ નામ. કોર્ટના ચુકાદા મુજબ ફરી વખત આગોતરા જામીન અરજી કરવા અરજદાર હકકદાર હોય, જેથી રાજકોટના પ્રિન્સીપલ સેશન્સ જજ શ્રી દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી તરફે એડવોકેટ દરજજે લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંન્દ્રકાંત દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી, તથા દેવેન ગઢવી રોકાયેલ હતા. 

(2:21 pm IST)