Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજકોટ મોરબી રોડ પર બેડીના પુલ નીચેથી યુવાનની ફુલાયેલી લાશ મળીઃ મુળ રાણપુરનો યુવાન ઝૂપડેથી ત્રણેક દિવસથી ગૂમ હતો

રાજકોટ તા. ૧૮: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા બેડી ગામના નદીના પુલ નીચેથી એક યુવાનની ફુલાયેલી લાશ મળી આવતાં બી-ડિવીઝન પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફ પહોંચ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ લાશ મુળ રાણપુરના અને હાલ બેડી નજીક પાણીના સંપ પાસે ઝૂપડામાં રહેતાં રાજુની છે. તેને માનસિક તકલીફ હતી અને ત્રણેક દિવસથી ઝૂપડેથી નીકળી ગયા બાદ ગૂમ હતોઃ તેણે આપઘાત કર્યો કે અન્ય કોઇ રીતે મોત થયું? તે જાણવા પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવશે. 

(12:26 pm IST)