Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં જીનીયસ પેનલની પરીવર્તનની આંધીઃ પ્રમુખપદે અર્જુન પટેલ

કુલ ૧૬ પદ માટેની ચુંટણીમાં પ્રમુખપદ ઉંપરાંત સેક્રેટરીની મહત્વની જગ્યા ઉંપર જીનીયસ પેનલના પી.સી.વ્યાસની જીત, ઉંપપ્રમુખપદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાઃ જોઇન્ટ સેક્રેટરીની જગ્યા ઉંપર રી-કાઉંનટીંગઃ ટ્રેઝરરની જગ્યા ઉંપર જીતેન્દ્ર પારેખ લાઇબ્રેરી સેક્રેટરીની જગ્યા ઉંપર સુમીત વોરા ચુંટાયાઃ સમરસ પેનલના કુલ ૧૧ ઉંમેદવારોની જીતઃ જીનીયસ પેનલના ૪ હોદેદારો જ ચુંટાયા પરંતુ પ્રમુખ-સેક્રેટરીની મહત્વની પોસ્ટ ઉંપર જીત મેળવી

રાજકોટ, તા., ૧૮: રાજકોટ બાર એસો.ના પ્રતિષ્ઠાભર્યા ચુંટણી જંગમાં જીનીયસ પેનલનો પરિવર્તનનો  પવન ફુંકાયો હતો. પ્રમુખ પદના ત્રણ ઉંમેદવારો વચ્ચેની રસાકસીભરી સ્પર્ધામાં સમરસ પેનલના મુખ્ય હોદેદારોને પછડાટ આપીને જીનીયસ પેનલના પ્રમુખપદે અર્જુન પટેલ અને સેક્રેટરીની મહત્વની પોસ્ટ ઉંપર પી.સી.વ્યાસ ચુંટાઇ આવ્યા હતા તો ઉંપપ્રમુખપદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા ચુંટાઇ આવ્યા હતા. જોઇન્ટ સેક્રેટરી જગ્યા ઉંપર દિવ્યેશ મહેતા અને ધર્મેશ સખીયા વચ્ચે માત્ર બે મતે હારજીત થતા રાત્રીના રી-કાઉંન્ટીંગ મંગાતા   આ જગ્યા ઉંપરનું પરીણામ અનામત રખાયું હતું. આજે બપોરના ૧૧.૩૦ કલાકે ફરી ગણતરી બાદ પરીણામ જાહેર કરાશે. ટ્રેઝરરની જગ્યા ઉંપર સમરસ પેનલના જીતેન્દ્ર પારેખ ૯૮૦ મતો મેળવી જીનીયસ પેનલના દાનાભાઇ બગડાને પછડાટ આપી હતી તો લાઇબ્રેરી સેક્રેટરીની જગ્યા ઉંપર પણ સમરસ પેનલના સુમીત વોરા ૧૦૩૪ મતે વિજેતા જાહેર થયા હતા. મહિલા અનામતની કારોબારીની જગ્યામાં જીનીયસ પેનલના ચેતનાબેન કાછડીયા વિજેતા થયા હતા.
કારોબારીની ૯ જગ્યા માટે ૩૪ ઉંમેદવારો મેદાનમાં હતા તેમાં સમરસ પેનલ અને જીનીયસ પેનલના સભ્યોએ પણ ઉંમેદવારી નોંધાવી હતી. તેમાં મોટાભાગે સમરસ પેનલનો દબદબો રહયો હતો.
કારોબારીની ૯ જગ્યા માટેની ચુંટણીમાં સમરસ પેનલના ૮ સભ્યો ચુંટાઇ આવ્યા હતા. જેમાં અજય પીપળીયા, કેતન મંડ, નૃપેન ભાવસાર, સરજુદાસ દુધરેજીયા, મનિષ પંડયા, નૈમિષ પટેલ, કિસન રાજાણી અને વિવેક સાતાનો સમાવેશ થાય છે. જીનીયસ પેનલના એક માત્ર ઉંમેદવાર હિરેન ડોબરીયા કારોબારીમાં ચુંટાયા હતા.
બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલના કારોબારીમાં ૮ તેમજ હોદેદારોની ૩ જગ્યા ઉંપર ચુંટાઇ આવ્યા હતા. ટ્રેઝરરની જગ્યા ઉંપર પરીણામ અનામત રખાયુ હતું.  
બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદે ચુંટાયેલા જીનીયસ પેનલના અર્જુનભાઇ પટેલે જણાવેલ કે અમારી લડત એકહથ્થુ શાસનનો અંત લાવવાની હતી. બાર એસો.માં પરીવર્તનની જરૂર હતી અને મતદારો દ્વારા પરીવર્તનની શરૂઆત થઇ ચુકી છે. ભવિષ્યમાં પણ ઘણા ફેરફારો થશે તેવા સંકેત જીનીયસ પેનલ તરફી સુત્રોએ આપ્યા હતા.
રાજકોટ બાર એસોસીએશનની  યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં મોડી રાત્રે પરીણામ જાહેર થતાં જીનીયર્સ પેનલનો દબદબો રહયો હતો. મુખ્ય બંને હોદા પ્રમુખ અને સેક્રેટરી પદ પર આ પેનલનાં ઉંમેદવાર વિજેતા થયા હતા. દરમિયાન જોઇન્ટ સેક્રેટરી પદની મતણતરીમાં માત્ર બે મતનો તફાવત આવતા રી કાઉંન્ટીંગ માંગવામાં આવ્યુ હતું. સમરસ પેનલનો એસો.ના મહત્વના હોદા ઉંપર પીછેહટ થઇ છે.
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં કુલ ૩૦૮૬ મતદારો છે તેમાંથી આજે યોજાયેલી ચૂંટણીમાં ર૦૧૧ વકીલોએ મતદાન કર્યુ હતું. ભાજપ સમર્થિત બે જૂથના આગેવાનોએ સામ-સામે પેનલ મેદાનમાં ઉંતારી હતી. કુલ ૧૬ હોદા માટે પ૦ જેટલા વકીલોએ ચૂંટણીમાં ઝૂંકાવ્યું હતું. ૬ર ટકા મતદાન થયા બાદ મોડી રાત્રે પરિણામો જાહેર થતા સમરસ પેનલને મહત્વનાં હોદા પર હાર ખમવી પડી હતી.
પ્રમુખપદ માટે પાંચ, ઉંમેદવારો મેદાનમાં હતા તેમાં ૧૦૬પ મતો મેળવી જીનીયસ પેનલના અર્જુન પટેલ વિજેતા થયા હતાં. સમરસની અમીત ભગત અને અન્ય ઉંમેદવાર જીણેશ જોષીને હારનો સામનો કરવો પડયો હતો. ઉંપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ જાડેજા વિજેતા થયા હતા તેમની સામે મુખ્ય હરિફ બિમલ જાની હતા તેમની હાર થઇ છે. સેક્રેટરી પદ માટે પી. સી. વ્યાસ વિજેતા થયા છે અને મુખ્ય હરિફ દિલીપ મહેતાની હાર થઇ છે. જોઇન્ટ સેક્રેટરી પદ માટે દિવ્યેશ મહેતાને ૯૦૯ અને તેમના નજીકના હરિફ ધર્મેશ સખીયાને ૯૦૭ મત મળતા માત્ર બે મતનો તફાવત હોવાથી મોડી રાત્રે રિ કાઉંન્ટીંગ   માગવામાં આવ્યુ હતું. ટ્રેઝરર તરીકે જીતુ પારેખ, લાઇબ્રેરી સેક્રેટરી પદ માટે સુમીત વોરા અને કારોબરીના મહિલા સભ્યપદ માટે ચેતનાબેન કાછીડીયા વિજેતા થયા છે મોડી રાત્રી સુધી મતગણતરી રહી હતી.

 

(11:21 am IST)