Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

કાલે રાજકોટ જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણીઃ સ્ટાફ રવાનાઃ સવારે ૭ થી ૬ મતદાન

૭ લાખ ૪૨ હજારથી વધુ મતદારોઃ ઓર્બ્ઝવર નિનામા રાજકોટમાં

રાજકોટ જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણી કાલે થશે. રાજકોટ તાલુકાના ૭૦થી વધુ ગામડાઓની યોજાયેલ ચૂંટણી અંગે સ્ટાફ રવાના કરતા મામલતદાર શ્રી કથિરીયા, નાયબ મામલતદાર શ્રી વિજય વસાણી નજરે પડે છે.
રાજકોટ તા. ૧૮: આવતીકાલે રાજકોટ જિલ્લાની ૪૧૩ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. ૭ લાખ ૪૨ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉંપયોગ કરશે. કુલ ૯૬૪ મતદાન મથકો જાહેર કરાયા છે, ૫૫૦૦નો પોલીંગ સ્ટાફ આજે બપોરે ૨ વાગ્યા બાદ દરેક તાલુકા મથકેથી ગ્રામ્ય ક્ષેત્રમાં રવાના થયો હતો. કુલ ૧૧૦૦ આસપાસ મતપેટીનો ઉંપયોગ થશે, મતદાન સમય એક કલાક વધારાયો છે, સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન ચાલશે.
આજે સવારે રાજકોટ જિલ્લાના ઓર્બ્ઝવર શ્રી નિનામા રાજકોટ આવી પહોંચતા એડી. કલેકટર શ્રી કેતન ઠક્કર, નાયબ મામલતદાર શ્રી મહેતા તથા અન્ય સ્ટાફ દ્વારા તમામ તૈયારીઓ અંગે વિગતો પૂરી પડાઇ હતી.
રાજકોટ તાલુકાના ગામડાઓની ચૂંટણી માટે સ્ટાફ સંતકબીર રોડ ઉંપર આવેલ સરદાર વિદ્યાલય ખાતેથી રવાના કરાયો હતો. ચૂંટણી માટે ૨૨૦૦થી વધુ પોલીસ સ્ટાફ ફાળવાયો છે. ૪૦૦થી વધુ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.

 

(11:08 am IST)