Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાહત દરે સચોટ નિદાન : રૈયા ચોકડી પાસે અક્ષર ડાયગ્નોસીસનો રવિવારની શુભારંભ : રેડીયોલોજી - પેથોલોજીની સુવિધા

ડો. સાર્થક પટેલ, ડો. કિંજલ વૈષ્નાણી, ડો. ભાર્ગવ રાણપરીયા, ડો. અતુલ જસાણી, ડો. જયેશ દેગડા, ડો. સીતાંશુ પુજારાનું નવુ સોપાન

રાજકોટ : રૈયા ચોકડી ખાતે અક્ષર ડાયગ્નોસીસનો શુભારંભ થઇ રહ્યો છે. અકિલા કાર્યાલય ખાતે અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા અક્ષર ડાયગ્નોસીસના ડો. અતુલ જસાણી, ડો. સીતાંશુ પુજારા, ડો. સાર્થક પટેલ, ડો. નિલેશ ભીમજીયાણી, ડો. વિમલ વેકરીયા, ડો. જયેશ દેગડા, ડો. હિતેશ પટેલ, ડો. ભાર્ગવ રાણપરીયા, ડો. કિંજલ વૈશ્નાણી, ડો. જય ઘેલાણી, રઘુવંશી અગ્રણી ચંદુભાઇ પુજારા નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮ : મેડિકલ હબ તરીકે ઉભરતું રાજકોટ શહેરમાં હવે તમામ રોગોની અસરકારક અને ઝડપી સારવાર થઇ રહી છે. રાજકોટમાં સમયાંતરે નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે. શહેરના રૈયા ચોકડી વિસ્તારમાં આવતીકાલથી રાહતદરે સચોટ નિદાન કરતું અક્ષર ડાયગ્નોસીસનો શુભારંભ થઇ રહ્યો છે.

શહેરના રૈયા ચોકડી વિસ્તારમાં અક્ષર સ્કવેર ગ્રાઉન્ડ ફલોર - ફર્સ્ટ ફલોર ખાતે અક્ષર ડાયગ્નોસીસ સેન્ટરનું ઉદ્ઘાટન બીએપીએસ સંસ્થાના પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના હસ્તે થઇ રહ્યું છે. અક્ષર ડાયગ્નોસીસ સેન્ટર દર્દીઓની સેવામાં ખૂબ ઉપયોગી નિવડશે.

ડો. સાર્થક પટેલ (રેડીયોલોજી), ડો. કિંજલ વૈશ્નાણી (પેથોલોજીસ્ટ), ડો. અતુલ જસાણી, ડો. ભાર્ગવ રૂપારેલીયા, ડો. સીતાંશુ પુજારા, ડો. જયેશ દેગડા, ડો. વિમલ વેકરીયા, ડો. હિતેશ પટેલ, ડો. જય ઘેલાણી, ડો. નિલેશ ભીમજીયાણીના સંયુકત સહાસ અક્ષર ડાયગ્નોસીસ સેન્ટરમાં લોહી-પેશાબની સંપૂર્ણ તપાસ, સીટી સ્કેન, ડીજીટલ એકસ-રે, ઓપીજી, થ્રીડી - ફોર ડી સોનોગ્રાફી, કલર ડોપ્લર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

એક જ સ્થળે રેડિયોલોજીકલ અને પેથોલોજીકલ નિદાનની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. રાહત દરે તમામ નિદાનો થશે.

અક્ષર ડાયગ્નોસીસ સેન્ટર, ક્રિષ્ના ડાયગ્નોસીસ, આસ્થા હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ, માનવતા હોસ્પિટલના તબિબોએ શુભેચ્છા પાઠવી છે.

(10:29 am IST)