Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

રાજકોટ બાર એસો,ની ચૂંટણીમાં જીનિયસ પેનલના ઉમેદવાર અર્જુન પટેલ આગળ : 1000 મતની ગણતરી પૂર્ણ

અર્જુન પટેલને 427 મત, સમરસ પેનલના 211 મત,જીગ્નેશ જોશીને 286 મત મળ્યા

રાજકોટ બાર એસો,ની ચૂંટણીમાં જીનિયસ પેનલના ઉમેદવાર અર્જુન પટેલ આગળ છે અત્યાર સુધીમાં 1000 મતની ગણતરી પૂર્ણ થઇ છે જેમાં પ્રમુખપદના ઉમેદવાર અર્જુન પટેલને 427 મત, સમરસ પેનલના 211 મત,જીગ્નેશ જોશીને 286 મત મળ્યા છે

જયારે સમરસ પેનલના ઉપ પ્રમુખપદના ઉમેદવાર સિધ્ધરાજસિંહ જાડેજાને 524 મત અને તેમનાહરીફ  પેનલના ઉમેદવાર બિમલ જાનીને 389 મત મળ્યા છે

જયારે સેક્રેટરી પદ માટે સમરસ પેનલના ઉમેદવાર દિલીપ મહેતાને 409 મત અને જીનિયસ પેનલના પી,સી,વ્યાસને 472 મત મળ્યા છે

આ ઉપરાંત જોઈન્ટ જોઈન્ટ સેક્રેટરી ના સમરસ પેનલના ધર્મેશ સખિયાને 430 મત અને જીનિયસ પેનલના ઉમેદવાર દિવ્યેશ મહેતાને 453 મત મળ્યા છે જયારે ટ્રેઝરર પરના ઉમેદવાર જીતેન્દ્ર પારેખને 474 મત અને ડી,બી,બગડાને 417 મત માં મળ્યા છે

આ ઉપરાંત લાઈબ્રેરી અને સેક્રેટરી જગ્યા પરના જીનિયસ પેનલના ઉમેદવાર અજય જોશીને 404 મત જયારે સમરસ પેનલના સુમિત વોર્ને 409 મત મળ્યા છે જયારે મહિલા કારોબારીમાં ઉમેદવાર ચેતનાબેન કાછડિયાને 442 મત તેમજ હિયાળબેન જોશીને 434 મત તેમજ અલ્કાબેન પંડ્યાને માત્ર 90 મત મળ્યા છે

(9:20 pm IST)