Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

બિપીનભાઇ તમે હવે નથી એમ કેમ માનવુ ?

રાજકોટ,તા. ૧૮: સોમવારે સાંજે મેં બિપીનભાઇને વોટ્સએપમાં પોસ્ટ મોકલી. તેમણે જોઇ છે, સાંભળી હશે જ ને?  મંગળવારે સમાચાર પ્રાપ્ત થાય છે કે બિપીનભાઈ....એક સર્વમિત્ર આપણે ગુમાવ્યો છે. ઉચ્ચ કોટિનાં કલાકાર, ઉદઘોષક, અભિનેતા, સંગીતપ્રેમી અને ગીતનાં શબ્દોને સંગીત સાથે જીવી જાણનાર, રમુજી- આનંદી સ્વભાવ, હસતાં - હસાવતાં, અરે જાત ઉપર પણ હસી શકનાર, સ્ટેજ પર અને જીવનમાં પણ અત્યંત 'લાઇવ'  extempore ; શીઘ્ર સૂઝ ધરાવતાં, કોઈ પણ કલાકારની પ્રગતિમાં ખૂબ ખૂબ રાજી, પારદર્શક, નિૅં સ્વાર્થી,કોઇ આઘીપાછી કે આંટીઘૂંટી ન જાણનાર, સેવાભાવી, સૌ કોઈનાં સારાં માટે ઘસાઈ છૂટવામાં મહોત્સવ માનનાર, વ્યવહારશુધ્ધ, અન્યની પ્રતિભાને પીછાણનાર અને પ્રોત્સાહિત કરવામાં અગ્રેસર , બીજાનાં સુખે સુખી અને દુઃખે દુઃખી થનારા આત્મીયજન, નિખાલસ, ઉત્ત્।મ મનુષ્ય અને સમર્પિત ભકતઓ સાચુકલા ઇન્સાન

બિપીનભાઈ વસાણીએ વાત છે લાખેણી.. તમે જતાં આજ કલાકારોમાં કાણ મંડાણી,

અરે ગત વર્ષે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જામનગર ખાતે ડેમ પર તથા સાથે રાજકોટ ન્યારી ડેમ પર રિમોટ દ્વારા જળપ્રવાહ વહેતો કરવાનો કાર્યક્રમ.

સંગીતનાં કાર્યક્રમનાં ઉદઘોષક બિપીનભાઈ અને સ્ટેજ - ડાયસ ફંકશનનાં ઉદઘોષક તરીકે આ લખનારે કામગીરી બજાવી, પરંતુ બિપીનભાઈનો સાથ - સહકાર, મદદ, પ્રોત્સાહન, માહિતી પૂરી પાડવી, ગીત - સંગીત વચ્ચે કશી માહિતી, જાહેરાત કે સૂચના આપવાની થાય ત્યારે કલાત્મક રીતે વાતને વળાંક આપી 'મ્યુચ્યલ અંડરસ્ટેન્ડિંગથી' માઇક 'હેન્ડઓવર'કરવું, સારૃં બોલાય તો રાજી થવું અને ખુદ તાળી પાડી અન્યને પણ પ્રેરવા - આ બધું અનન્ય સ્વભાવ, સંસ્કાર સંપત્ત્િ। અને ખાનદાની - અવિસ્મરણીય છે.

તમે જયારે પણ બિપીનભાઈ સાથે હો, તેમની સાથેની વાતચીતનાં અનુસંધાને પ્રતિભાવમાં તમારાં મોં પર સ્મિત હોય જ.

તેઓ વાતનો ખરો મર્મ જાણે છે, તેવી અનુભૂતિ અને તેમની વાતનાં સ્વીકાર સાથે આપણી આંખમાં ચમક, ચહેરા પર આનંદ અને હોંઠો પર મુસ્કાન હોય જ!!

બિપીનભાઈ તમે હવે નથી એમ કેમ માનવું? 

પ્રોફે. ડો. સંજય કામદાર

શ્રીમતી કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ

મો. ૯૮૨૪૪ ૫૩૮૬૫

(3:53 pm IST)