Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

રેલ્વેની બોગસ નોકરીના ચકચારી કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૮: રેલ્વેની બોગસ નોકરી કૌભાંડના ચર્ચાસ્પદ કિસ્સામાં આરોપીને જામીન આપતો ચૂકાદો કોર્ટે આપેલ હતો.

આ કેસની હકીકત નીચે મુજબ છે. આ કામમાં આરોપી સાગર ચમનભાઇ મકવાણા વિરૂદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ હતી કે, તેઓ દ્વારા બોગસ રેલ્વે વિભાગમાં નોકરી અપાવી દેવાનું કૌભાંડ કરી, રેલ્વે ઓફિસરનો ભાગ ભજવેલ અને બોગસ જોઇનીંગ લેટર આપી ફરિયાદી પાસેથી કુલ રૂ. ૧૬,૦૦,૦૦૦/- મેળવી લઇ કૌભાંડ કરેલ તેવી ફરિયાદ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૧ર૦(બી) ૪૬ર, ૪૬૭, ૪૬૮, ૪૭૧ વિગેરે અંતરગત ધરપકડ કરવામાં આવેલ જેની જામીન અરજી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપી સાગર ચમનભાઇ મકવાણાને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

સદરહું એફ.આઇ.આર. વિરૂધ્ધ આરોપી સાગર ચમનભાઇ મકવાણા દ્વારા રાજકોટ નામદાર સેસન્સ જજ સમક્ષ જામીન અરજી ગુજારેલ જે જામીન અરજીમાં સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટના ચુકાદાઓ અને પોલીસ દ્વારા ગંભીર ગુન્હાની ખોટી એફ.આઇ.આર. નોંધવામાં આવેલ તેવી આરોપીના વકીલ શ્રી દિપેન એન. પાટડીયા દ્વારા દલીલ કરવામાં આવેલ. જે દલીલને ધ્યાને લઇ રાજકોટની સેસન્સ જજે સદરહું કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે અરજદાર આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી દિપેશ એન. પાટડીયા, તેમજ અભય ખખ્ખર, હાર્દિક મહેતા, ક્રિષ્ના મારડીયા, વિશાલ સોલંકી રોકાયેલ હતા.

(2:38 pm IST)