Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

શહેરની વધુ ૪૦ હાઇરાઇઝ બિલ્ડીંગોને ફાયર સેફટી NOC રિન્યુ કરાવવા નોટીસો

અમીનમાર્ગ, કાલાવડ રોડ, મવડી, સાધુવાસવાણી રોડ સહિતનાં વિસ્તારોમાં બિલ્ડીંગોમાં ફાયર વિભાગો દ્વારા ચેકીંગ

રાજકોટ,તા. ૧૭: શહેરની ઉદય કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ શહેરની તમામ હોસ્પિટલો, એપાર્ટમેન્ટ, કલાસીસ વગેરેમાં ફાયર સેફટી સાધનોનું કડક ચેકીંગ કરાઇ રહયું છે. ત્યારે આજે ૪૦ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના એન.ઓ.સી. રીન્યુ ન થયેલ હોય તે અંગે નોટીસો અપાઇ હતી.

આ અંગે ચીફ ફાયર ઓફિસરની યાદીમાં જણાવાયા મુજબ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ રાજકોટ દ્વારા ફાયર સેફટીની કાર્યવાહી અન્વયે આજે નીચે મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ૪૦ હાઇ રાઇઝ બિલ્ડીંગોમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ ન થયેલ હોય તેને નોટીસ આપવામાં આવેલ છે.

જેમા ડેકોરા હાઇ લેન્ડ , ડ્રીમ વિલે, બેકબોન ગોલ્ડ , બેકબોન હાઇટસ એ + બી , ધનરજની ,બેલ વ્યુ ટાવર , દ્વારિકા હાઇટસ શ્રી સીટી બિલ્ડીંગ , સમર્થ , આલ્ફા પ્લસ  , યમુના પેલેસ, દર્શન એપાર્ટમેન્ટ , ધ કોર્ટ યાર્ડ એ + બી + સી , પ્લેટીનિયમ હાઇટસ, ધ ઇસ્ટ લાઇફ , વાલકેશ્વર , ધ કોર્ટ યાર્ડ સી + ડી + ઇ  વિનય ડેવલપર્સ  વસંત માર્વેલ એ + બી+ સી કલબ હાઉસ, અરિહંત એવન્યુ સી, વેંકટેશ પ્લાઝા, અતુલ્યમ એમરલ્ડ , યોગી અમૃત , સિતા એપાર્ટમેન્ટ, રીયલ પ્રાઇમ બિલ્ડીંગ ટાવર ૧ થી ૪, વ્હાઇટ હેવન , સીટી એમ્પાયર એપાર્ટમેન્ટ , સિધ્ધી એવન્યુ , એપલ ગ્રીન એ + બી + સી , પાર્શ્વનાથ હાઇટસ એ + બી + સી  , ધ ઇલાઇટ, ઓસ્કાર હિલ્સ ટાવર ૧+૧=૨ રત્નમ પ્રાઇડ વિંગ એ+ બી+સી + ડી , રૂક્ષ્મણી હાઇટસ , આદર્શ ડ્રીમ ટાવર ૧ થી ૬ , રત્નમ સ્કાય વિંગ એ +બી+સી , સંસ્કાર હાઇટસ, સાવન બિલ્ડીંગ ટાવર – ૧ , સ્કાય ગાર્ડન , પિરામીડ બી  વગેરેનો સમાવેશ થાય છે.

(8:52 am IST)