Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

સાયબર ક્રાઇમઃ કુંડલીયા કોલેજના લાયબ્રેરીયનનું ફેસબૂક અને યાહૂ મેલ એકાઉન્‍ટ હેક કરી લેવાયા

પ્રોફાઇલ પિક્‍ચર બદલી નાંખી ઘણીખરી પોસ્‍ટ ડિલીટ કરી નાંખવામાં આવી!

રાજકોટઃ સાયબર ક્રાઇમનો વધુ એક ગુનો નોંધાયો છે. જેમાં કુંડલીયા કોલેજના લાયબ્રેરીયન ક્ષત્રિય યુવાનનું ફેસબૂક તથા યાહૂ મેલ એકાઉન્‍ટ કોઇએ હેક કરી લેતાં ફરિયાદ દાખલ થઇ છે. રેલનગર-૨ શેરી નં. ૪-બી બ્‍લોક નં. ૯૦-એમાં રહેતાં અને સુચક રોડ પર આવેલી  જે. જે. કુંડલીયા કોલેજમાં ગ્રંથપાલ (લાયબ્રેરિયન) તરીકે નોકરી કરતાં જયપાલસિંહ મુળરાજસિંહ રાણા (ઉ.૨૫) નામના યુવાનનું ફસબૂક અને યાહૂ મેલનું એકાઉન્‍ટ જે રાણા જયપાલસિંહ વણાના નામથી હોઇ તેને કોઇએ હેક કરી આ એકાઉન્‍ટમાંથી ઘણીખરી પોસ્‍ટ ડિલીટ કરી પ્રોફાઇલ ફોટો પણ ચેન્‍જ કરી નુકસાન કરવાના ઇરાદે આઇ ડી હેક કર્યાનો ગુનો નોંધાયો છે.

આ બાબતે પ્ર.નગર પોલીસે જયપાલસિંહની ફરિયાદ આઇટી એક્‍ટ ૪૩ (આઇ) તથા ૬૬ તથા આઇપીસી ૪૧૯ મુજબ અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે. જયપાલસિંહે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૧૦/૧૦ના સવારે આઠેક વાગ્‍યે પોતે તેના મોબાઇલમાં ફેસબૂક અને યાહૂ આઇડી ચેક કરતાં હતાં ત્‍યારે ખબર પડી હતી કે ઘણીખરી પોસ્‍ટ ડિલીટ થઇ ગઇ છે અને પ્રોફાઇલ ફોટો પણ બદલાઇ ગયો છે. બપોર બાદ ત્રણ વાગ્‍યે ડેટા રિકવર કરતાં ખબર પડી હતી કે કોઇએ એકાઉન્‍ટ હેક કરીને વાપર્યુ છે.

સાયબર ક્રાઇમના એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ એન. એન. ઝાલા, પ્ર.નગરના પી.આઇ. કાતરીયા, પી.એસ.આઇ. રાઠોડ સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)