Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ઠગાઇની બીએમડબલ્યુ કાર સાથે જામનગરના હિતેન્દ્ર પટેલને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડ્યો

રાજકોટઃ જામનગર મિગ કોલોનીમાં એસટી બસ સ્ટેશન પાસેર હેતાં હિતેન્દ્ર પરષોત્તમભાઇ ચનીયારા (ઉ.૪૫) નામના પટેલ આધેડને રાજકોટ ક્રાઇમ બ્રાંચે જીજે૧૮બીએ-૧૯૧૪ નંબરની બીએમડબલ્યુ કાર સાથે પકડી લીધો છે. આ શખ્સ આધાર વગર કાર લઇ નીકળતાં તપાસ કરતાં તેની પાસે કાગળો નહોતાં. વિશેષ તપાસ થતાં આ કાર હિમતનગર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાંથી ઠગાઇથી લઇ જવામાં આવ્યાનું ખુલતાં આ શખ્સની સીઆરપીસી ૪૧ (૧) ડી મુજબ અટકાયત કરી છે. એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ ડી. પી. ઉનડકટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, પીએસઆઇ એસ. કે. રબારી, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ, રવિરાજસિંહ, સોકતભાઇ, અમીતભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(4:59 pm IST)