Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને ટીકીટ મળ્યા ભાજપમાં ઉત્સાહઃ વિજયોત્સવ

રાજકોટ પશ્ચિમની વિધાનસભા બેઠક માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગામી ચુંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પક્ષે સત્તાવાર જાહેરાત કર્યા બાદ, રાજકોટના વિધાનસભા પશ્ચિમ મતવિસ્તારમાં આનંદ ઉત્સવ છવાયો હતો. રાજકોટ ભાજપ કાર્યાલયે વિજયોત્સવનું વાતાવરણ છવાયું હતું અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાફડા ફોડીને તેમજ અરસપરસ મોઢાં મીઠા કરાવી ઉમેદવાર તરીકે શ્રી વિજયભાઇ રૂપાણીના  નામની જાહેરાતને વધાવી હતી. આ તકે રાજકોટ પ્રભારી શ્રીમતિ મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન રૂપાણી પણ ઉપસ્થિત રહી હર્ષમાં સહભાગી બન્યા હતા.  તે પ્રસંગની તસ્વીરો અજંલીબેન આ તક પ્રતિભાવ આપ્યો હતો કે, ભાજપના કાર્યકરો અને કાર્યોની બુનિયાદ પર વિજયભાઇ રૂપાણીનો વિક્રમ સર્જક સરસાઇથી વિજય નિશ્રિત છે. આ તકે બહોળી સંખ્યામાં રાજકોટ મહિલા મોરચાની મહિલા હોદેદારો અને કાર્યકરો, ડોકટર સેલ, સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય સાથે બહોળી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી વિજયોત્સવ ઉજવ્યો હતો.

(4:17 pm IST)