Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કલબ યુવીમાં ભવ્ય મહાઆરતી યોજાઈઃ આજે મેગા ફાઈનલ

હજારો પાટીદાર ભાઈ- બહેનોએ દિપ પ્રગટાવી મા ની આરાધનાનો લ્હાવો લીધો

રાજકોટઃ  શહેરના અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં ગઈ કાલે આઠમા નોરતા નિમીતે યોજાયેલ મહાઆરતીની ભકિતસભર ઉજવણી કરવામાં આવી હતી. અનેક પાટીદાર શ્રેષ્ઠીઓ સાથે હજારો દિવડાઓ અને મશાલ સાથે ખેલૈયાઓ દર્શકો અને આયોજકો જોડાયા હતા. ૧પ૦૦૦ દિવડાઓ સાથે વ૯લભ યુથ ઓર્ગેનાઈઝેશનના વ્રજકુમારજી સહીતના મહાનુભાવોએ મા ઉમિયાની આરાધના કરી હતી.

આઠમાં નોરતે વિશેષ મહાઆરતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. આઠમાં નોરતે મહાઆરતીના કાર્યક્રમમાં વીવાયઓના પૂ.વ્રજરાજકુમારજી એ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી. મા ઉમિયાના ૧૦ સ્થાનકો શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝા, ઉમીયા માતાજી મંદિર સિદસર, ઉમિયા માતાજી મંદિર ગાંઠીલા, ઉમિયા માતાજી મંદિર લીલીયા, ઉમિયા માતાજી મંદિર વાંઠાઈ(કચ્છ), ઉમિયા માતાજી મંદિર માલવણ(પાટડી), ઉમિયા માતાજી મંદિર સુરેન્દ્રનગર, ઉમિયા માતાજી મંદિર ભાવનગર, ઉમિયા માતાજી મંદિર ભાવનગર, ઉમિયા માતાજી મંદિર લાઠીદળ (બોટાદ), ઉમિયા માતાજી મંદિર મોરબી થી ધ્વજાજીની કલબ યુવી ના ગ્રાઉન્ડમાં પૂજન કરવામાં આવ્યુ હતુ.  સૌરાષ્ટ્ર ભરના કડવા પાટીદાર સંસ્થાના આગેવાનો સહીત અનેક મહાનુભાવો આ મહાઆરતીમાં ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. કબલ યુવીમાં મહાઆરતી ના આ પ્રસંગે ૧પ૦૦૦ દિવડાઓ, મીણબતી ઓ સાથે સજજ પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા દિવડા, કંકુ, ફૂલ, સાથે માતાજીની આરાધના કરાઈ હતી. મહાઆરતી સમયે રાત્રે દસ વાગ્યે મા ઉમિયાની આરાધના માટે અનોખું ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું. આઠમું નોરતું મા ઉમિયાનું હોય પાટીદાર પરિવારોમાં આઠમા નોરતાની મહાઆરતીમાં બહોળી સંખ્યામાં સમુદાય જોડાયો હતો અને કલબ યુવી આયોજીત નવરાત્રી મહોત્સવમાં હૈયે હૈયુ દળાય તેવી માનવ મેદની ઉમટી પડી હતી.

મહાઆરતીમાં અતિથિ વિશેષ તરીકે સિદસર મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ, જેરામભાઈ વાંસજાળીયા, જયેશભાઈ પટેલ, વલ્લભભાઈ ભલાણી, વલ્લભભાઈ વડાલીયા, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી, જેન્તીભાઈ કાલરીયા, જેન્તીભાઈ ફળદુ, બાબુભાઈ ઘોડાસરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, માજી સાંસદ હરીભાઈ પટેલ, કાન્તીભાઈ માકડીયા, પ્રવીણભાઈ માકડીયા, નાથાભાઈ કાલરીયા, નંદલાલભાઈ માંડવીયા, હરીભાઈ કણસાગરા, શિવલાલભાઈ આદ્રોજા, મુળજીભાઈ ભીમાણી, ગૌતમભાઈ ધમસાણીયા, પુનીતભાઈ ચોવટીયા, ધરમશીભાઈ સીતાપરા, કેતનભાઈ ધુલેશીયા, વિનુભાઈ મણવર, ગીરીશભાઈ ચારોલા, ઉપસ્થિત રહી માાતજીની આરતીનો ૯હાવો લીધો હતો. આ ઉપરાંત કલબ યુવી સ્પોન્સરશીપ પરિવારના નટુભાઈ ઉકાણી, ઘનશ્યામભાઈ મારડીયા, સીતેષભાઈ ત્રાબંડીયા, ભાવેશભાઈ ફળદુ, શૈલેષભાઈ વૈશ્નાણી, રમણભાઈ વરમોરા, રાજુભાઈ કાલરીયા, જયસુખભાઈ ધોડાસરા, અલ્પેશભાઈ મકવાણા, ભરતભાઈ ડઢાણીયા, રાજનભાઈ વડાલીયા, અમુભાઈ ઝાલાવાડીયા, રમણીકભાઈ મેનપરા, કીરીટભાઈ આદ્રોજા, ધીરૂભાઈ ડઢાણીયા, નીખીલ પટેલ, અનીલભાઈ ભોરણીયા, અશ્વિનભાઈ રબારા, મનસુખભાઈ ભીમાણી, મનીષભાઈ ખાચર, જે.ડી.કાલરીયા, વસંતભાઈ ભાલોડીયા, કિશોરભાઈ ખાંટ, દીલીપભાઈ લાડાણી, પ્રજ્ઞેશ સુરાણી, કિરણ વાછાણી, દિલીપભાઈ ફેફર, બન્ટીભાઈ પટેલ, મયુર કાલાવડીયા, ડો. નીલેષ મકડીયા, મુકેશ તોગડીયા, મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા.  આ ભવ્ય મહાઆરતીને સફળ બનાવવા માટે કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ માં ચેરમેન તરીકે મૌલેશભાઈ ઉકાણી મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઈ ફળદુ, વાઈસ ચેરમેન સ્મીત કનેરીયા તથા ડાયરેકટર તરીકે ભુપતભાઈ પાંચાણી, જીવનભાઈ પટેલ, જવાહરભાઈ મોરી, એમ.એમ.પટેલ, પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ઘેટીયા તથા કલબ યુવીની ૧૦૮ ની ટીમે જહેમત ઉઠાવી હતી.(૩૦.૮)

(3:51 pm IST)