Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

એરોસ્ટાર જેટ ટ્રેનીંગ એકેડમી, શ્રી મીરામ્બિકા શૈક્ષણિક સંકુલ અને ક્રિકેટ એકેડમી ઓફ પઠાણનાં સંગાથે રાસની રમઝટ

ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી ગ્રીન ગરબા

રાજકોટ : ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલની વાર્ષિક પરંપરા મુજબ આ વર્ષે પણ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલ- હરીપર (પાળ), કાલાવડ રોડ, ખાતે નવરાત્રી ગ્રીન ગરબા-ર૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે મળીને સંગીતના તાલે ઝૂમ્યાં. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ ઉપરાંત અન્ય સહયોગી સંસ્થાઓ જેમ કે, એરોસ્ટાર જેટ ટ્રેનીંગ એકેડમી, શ્રી મીરામ્બીકા શૈક્ષણીક સંકુલ અને ક્રિકેટ એકેડમી ઓફ પઠાણનાં વિદ્યાર્થીઓએ પણ હોશભેર ભાગ લીધેલ.

કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજકોટ પોલીસ જોઇન્ટ કમીશ્નર શ્રી એસ. એમ. ખત્રી, લાયન્સ કલબ ઇન્ટરનેશનલનાં પીડીજી શ્રી સુરેશભાઇ સંઘવી, રાજકોટનાં પ્રખ્યાત  આર્કીટેકચરશ્રી રીકવભાઇ સંઘવી, લાયન્સ કલબનાં વીડીજી શ્રી દિવ્યેશભાઇ સાકરીયા, જૈન સમાજનાં અગ્રણી શ્રી મુકેશભાઇ દોશી, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી શ્રી અનુપમભાઇ દોશી તેમજ શહેરના વિવિધ અગ્રણીઓ શૈલેષભાઇ વોરા, હર્ષદભાઇ ઓઝા, મહેશભાઇ નગદીયા, ડોલરભાઇ કોઠારી તેમજ ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલના ચેરમેનશ્રી ભુપેન્દ્રસિંંહજી જાડેજા, ડાયરેકટર શ્રી મયુધ્વજસિંહજી જાડેજા, શ્રી મીરામ્બિકા શૈક્ષણિક સંકુલનાં ચેરમેનશ્રી હર્ષાબા જાડેજા,  રોજર મોટર્સના ચેરમેન શ્રી ક્રિપાલસિંહ જાડેજા તેમજ એરોસ્ટાર જેટ ટ્રેનીંગ એકેડમીના ચેરમેનશ્રી શીતલબા જાડેના ઉપસ્થિત રહેલા.

કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન તેમજ અન્ય મહેમાનો દ્વારા માં અંબાજીની આરતીના ગુણગાન સાથે કરવામાં આવેલ.

કાર્યક્રમના અંતમાં ખેલૈયાઓને પ્રિન્સ, પ્રિન્સેસ તથા ગ્રુપ વાઇઝ ડ્રેસ પ્રિન્સ તથા વેલ ડ્રેસ પ્રિન્સેસની ટ્રોફી વિતરણ કરવામાં આવેલ.

(3:50 pm IST)
  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • ઉત્તરપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશના શહેરોના નામ બદલવાની કવાયત શરુ :સિમલાનું જૂનું નામ શ્યામલા હતું,શિમલાનું કાલીબાડી મંદિર પહેલા શ્યામલા માતાના નામથી જાણીતું હતું access_time 1:31 am IST