Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

બ્રહ્મ ડોકટર્સ એસો. દ્વારા કાલે 'રાસ રમઝટ ૨૦૧૮'

નાગર બોર્ડીંગમાં તબીબી પરિવારો માટે પારીવારીક આયોજન : સારૂ પરફોર્મ કરનારને ઇનામો

રાજકોટ તા. ૧૮ : બ્રહ્મ ડોકટર્સ એસોસીએશન દ્વારા 'રાસ રમઝટ ૨૦૧૮' ટાઇટલ સાથે બ્રહ્મ સમાજના તબીબ પરિવારો માટે રાસોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા એસો.ના આગેવાનોએ જણાવેલ કે કાલે તા. ૧૯ ના શુક્રવારે રાત્રે ૮ વાગ્યાથી નાગર બોર્ડીંગ મેદાન, વિરાણી સ્કુલ સામે આયોજીત આ રાસોત્સવમાં શહેરની તમામ શાખાના બ્રહ્મ ડોકટર્સ અને બ્રહ્મ આગેવાનો જોડાશે. પારરિવારીક માહોલમાં રાસે રમવાનો આનંદ લેશે.

સારો દેખાવ કરનારને અલગ અલગ જુથમાં ૪૨ જેટલા ઇનામોથી પ્રોત્સાહીત કરાશે. તબીબ પરિવારોમાં પારિવારીક ભાવના ખીલે તેવા આશયથી આ આયોજન કરાયુ છે.

સમારોહમાં બ્રહ્મ ન્યુરોસર્જન ટીમના ડો. પ્રકાશ મોઢા, ડો. હેમાંગ વસાવડા, ડો. કિરીટ શુકલા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. નીમીશ ત્રિવેદી, ડો. કાર્તીક મોઢા, ડો. પુનીત ત્રિવેદી, ડો. હાર્દ વસાવડાનો મુખ્ય સહયોગ મળેલ છે.

'રાસ રમઝટ ૨૦૧૮'ના આયોજનને સફળ બનાવવા ડો. બકુલ વ્યાસ, ડો. તત્સ જોશી, ડો. એન. ડી. શીલુ, ડો. જયેશ રાજયગુરૂ, ડો. ભાવેશ જોશી, ડો. ત્રિવેદી, ડો. પ્રશાંત, ડો. સિંહોરા, ડો. ભાર્ગવ, ડો. પુલકીતે જહેમત ઉઠાવી રહ્યા છે.

તબીબી પરીવારોએ રાસોત્સવમાં ઉપસ્થિત રહેવા અને વધુ માહીતી માટે ડો.બકુલ વ્યાસ (મો.૯૪૨૬૨ ૪૭૩૯૨), ડો. તત્સ જોશી (મો.૯૯૧૩૪ ૩૪૩૦૦), ડો. ઉમંગ જોશી (મો.૮૯૮૦૭ ૧૮૬૭૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'રાસ રમઝટ ૨૦૧૮' ની વિગતો વર્ણવતા બ્રહ્મ ડોકટર્સ એસોસીએશનના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:44 pm IST)