Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

જેસીઆઈ યુવા દ્વારા રવિવારે ડી.જે.ડાંડિયા

રાજ રીયલ હોટલના મેદાનમાં આયોજનઃ અલગ ગ્રુપમાં ૩૬થી વધુ એવોર્ડ અપાશે

રાજકોટ,તા.૧૮: જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા તા.૨૧ના ''રાજ રીયલ કાઠીયાવાડી હોટલ'' નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગીર ગામઠી હોટલની બાજુમાં ડી.જે.ડાંડીયા નાઈટનું આયોજન કરાયુ છે.

આ રાસોત્સવમાં પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસ, બેસ્ટ કપલ, કીંગ કવીનને એવોર્ડ આપી પ્રોત્સાહીત કરાશે. કમ્પલસરી ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે ભાગ લેવાનો રહેશે. જજ બહારથી બોલાવવામાં આવશે અને તે લોકો દ્વારા જજીંગ કરીને ૩૬ થી વધારે એવોર્ડ જાહેર કરી વિજેતાઓને જાહેરમાં વાજતે ગાજતે સન્માનિત કરવામાં આવશે.

પ્રોગ્રામને સફળ બનાવવા મિતેશ પટેલ, ગીરીશ ચંદારાણા, પલક ચંદારાણા, વિશાલ પંચસરા, હરીશ ચંદારાણા, મનીષ પલાણ, ધર્મેન રૂપારેલ, રચના રૂપારેલ તથા ક્રિના માંડવીયા, શીલુ ચંદારાણા, ઉમા રાડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સંસ્થા યુવાનોની સંસ્થા છે જેમાં વર્ષ દરમ્યાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સંસ્થામાં મેમ્બર થવા ઈચ્છુકોએ ફોન- ૦૨૮૧- ૨૨૩૭૧૪૯ અથવા જેસીઆઈ રાજકોટ યુવા, બી- ૩૦૩ પુજા કોમ્પલેક્ષ, હરીહર ચોક, સદર બજાર, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૭ માં સંપર્ક કરવા ગીરીશ ચંદારાણાએ જણાવેલ છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા મિતેશ પટેલ (પ્રમુખ- મો.૯૮૨૪૨ ૮૫૬૦૦), ગીરીશ ચંદારાણા (મો.૯૮૨૫૧ ૫૭૮૨૧), ક્રીના માંડવીયા (જેસીઆરટી ચેરપર્સન), રચના રૂપારેલીયા (ઝોન ડાયરેકટર), પ્રફુલ પટેલ, બ્રિજેશ માંડવીયા, સ્વાતિ રાજયગુરૂ, યોગેશ રાજયગુરૂ, શીલુ ચંદરાણા, અશ્વીન ચંદારાણા (સંસ્થાપક), ચાંદની માંડવીયા નજરે પડે છે.

(3:43 pm IST)