Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

શહેર ભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' અંતર્ગત ચશ્મા વિતરણ-સફાઇ ઝુંબેશ-વૃક્ષારોપણઃ કાલે સમાપન

રાજકોટઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માધ્યમથી 'સેવા સાપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, ડે. મેયર અશ્વીન મોલીયા, પુષ્કર પટેલ, રાજુભાઇ બોરીચા, સહીતના ભાજપ અગ્રણીઓ વિવિધ સેવાકાર્યોમાં ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં. ૯ માં તુલસી બાગ, જનકપુરી સેટેલાઇટ પાર્ક, બાલાજી મંદિર, અર્ચના પાર્ક ખાતે ચશ્મા વિતરણ કરાયેલ જેમા વિક્રમ પુજારા અને પ્રદીપ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં. ૧૧ માં માયાણી આવાસ, વિશ્વનગર, પ્રણામી પાર્ક ૧પ૦ ફુટ રીંગ રોડ, ગુરૂકુળ રિધ્ધી સિધ્ધી પાર્ક ખાતે સફાઇ ઝુંબેશ યોજાયેલ જેમાં સંજય પીપળીયા ઉપસ્થિત રહેલ. વોર્ડ નં. ૧રમાં આશ્રય ગ્રીન, માધવ વાટીકા કોમન પ્લોટ, બાલાજી કોમન પ્લોટ, દ્વારકાધીશ સોસાયટી, કોમન પ્લોટ, સરદાર ચોક ખાતે વૃક્ષારોપણ કરાયેલ, જેમાં મનસુખભાઇ વેકરીયા ઉપસ્થિત રહેલ. વોર્ડ નં. ૧૪ માં લક્ષ્મીવાડી કવા. ૮૧ સામે, પુજારા પ્લોટ, આનંદનગર બગીચા પાસે, જ ીઇબી વાળી શેરી ખાતે સફાઇ ઝુંબેશ યોજાયેલ, જેમાં વિપુલ માખેલા રહેલ. વોર્ડ નં. ૧૬ માં નીલકંઠ પાર્ક, કાવેરી એપાર્ટમેન્ટ, આરોગ્ય કેન્દ્રવાળો વોકળો, ભુતનાથ ડેર, ભોજલરામ સોસાયટી ખાતે સફાઇ ઝુંબેશ યોજાયેલ ભરત કુબાવતે જવાબદારી સંભાળેલ, વોર્ડ નં. ૧૭ માં વીરાટનગર સોસાયટી મેઇન સહકારી સોસાયટી ખાતે વૃક્ષારોપણ યોજાયેલ, જેમાં જયપાલ ચાવડા ઉપસ્થિત રહેલ. વોર્ડ નં. ૧૮ માં મંગલ પાર્ક કોમન પ્લોટ, જડેશ્વર વેલનાથ મંદિર ખાતે વૃક્ષારોપણ અને ડીમાર્ટમોલનો બગીચો, સરદાર ચોક, શ્યામ પાર્ક, હાપલીયા પાર્ક, શ્યામ મંદીર ખાતે ચશ્મા વિતરણ કરાયેલ જેમાં દીનેશભાઇ કીડીયા, કાળુભાઇ સરપંચ, પંકજભાઇ લખતરીયાએ જવાબદારી સંભાળેલ ત્યારે આવતીકાલે સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ વોર્ડમાં વૃક્ષારોપણ, સફાઇ ઝુંબેશ, ચશ્મા વિતરણ, જેવા કાર્યક્રમો યોજવાના છે, તેમજ આવતીકાલે નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અંતર્ગત 'સેવા સપ્તાહ' અંતર્ગત સેવાકાર્યોનું સમાપન કરવામાં આવશે. આવતીકાલે તા. ૧૯ના શનિવારે સવારે ૧૧ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે પ્રદર્શની-સ્લાઇડ શો યોજવામાં આવશે. તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવેલ છે.

(4:34 pm IST)