Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રઘુવંશી પરિવાર રાસોત્સવ : તડામાર તૈયારીઓ

ભરત મહેતા અને તેની ટીમનું સંગીત : પાસની કામગીરી પૂરજોશમાં

રાજકોટ, તા. ૧૮ : રઘુવંશી પરિવાર રાસોત્સવ - ૨૦૧૯ના આયોજનની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. રાસોત્સવમાં વૃંદગાયક સંગાથે માં શકિતની આરાધના તેમજ સંપૂર્ણ પારિવારિક માહોલ, સવા લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ, પ્રસિદ્ધ મ્યુઝીક ઓરકેસ્ટ્રા, સીસીટીવી કેમેરા, કડક સિકયોરીટી, વિવિધ વ્યંજનોથી ભરપૂર કેન્ટીન અને અહલાદક પાર્કીંગ વ્યવસ્થા તેમજ રાજકોટમાં માં શકિતના આરાધના પર્વ નવરાત્રીમાં રઘુવંશી સમાજ એક જ તાંતણે સંપૂર્ણ પારિવારિક માહોલમાં યોજાશે.

શહેરના કાલાવડ રોડ પર સેલીબ્રેશન પાર્ટી પ્લોટ (રંગોલી પાકની બાજૂમા) માં રાસોત્સવના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોહાણા રાસોત્સવમાં ભરત મહેતાનું મેડ મ્યુઝીક ઉપરાંત ગાયક (કાસમ બાગડવા, ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદી) તેમના સુમધુર સ્વર સથવારે ખેલૈયાઓને તન, મનથી થિરકાવશે. વિશાળ ગ્રાઉન્ડ, અતિ આધુનિક ડેકોરેટીવ લાઈટીંગ ઈફેકટ, સવા લાખ વોટની અદ્યતન સાઉન્ડ સીસ્ટમમાં ખેલૈયાઓને જ નહી પણ દર્શકોના હૈયાઓને પણ હિલ્લોળે ચડાવશે. જેમાં વરસટાઈલ સિંગર ભુમિ ગાંઠાની, સીંગર વર્ષા મેણીયા, ફોક કવીન રઘુ ત્રિવેદી, ફ્રી રોક સ્ટાર સીંગર અને આર.જે. લાઈવ જોકી અને આ બધા કલાકારો સાથે લાઈવ પ્રેઝન્ટેશન કરશે અને ખેલૈયાઓને રોજે રોજ લાખેણા ઈનામો તેમજ મેગા-ફાઈનલમાં ઈનામોની વણજાર હશે.

આ રાસોત્સવ આયોજનને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, કૌશિકભાઇ માનસતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશભાઈ વસંત, હરદેવભાઈ માણેક, જતિનભાઈ દક્ષિણી, બલરામભાઈ કારિયા, મોહિતભાઈ નથવાણી, અમિતભાઈ અઢીયા, કલ્પેશભાઈ તન્ના, અશ્વિનભાઈ જોબનપુત્રા, વિજયભાઈ પોપટ, વિજયભાઈ મહેતા, રસેશભાઈ કારિયા, વિપુલભાઈ કારીયા, જતીનભાઈ પાબારી, મહેન્દ્રભાઈ જીવરાણી, કાનાભાઈ સોનછત્રા, હિમાંશુભાઈ કારીયા, રાજભાઈ વિઠલાણી, કુંજેશભાઈ વિઠલાણી, કેજશભાઈ વિઠલાણી, પ્રકાશભાઈ ગણાત્રા, દર્શનભાઈ કકકડ, યશભાઈ અજાબીયા, કલ્પેશભાઈ તન્ના, ધવલભાઈ પાબારી, હિરેનભાઈ કારીયા, શ્યામલભાઈ વિઠલાણી, કિશનભાઈ વિઠલાણી, ડો.હરદીપભાઈ રૂપારેલ, રવિભાઈ માણેક, મેહુલભાઈ નથવાણી, કલ્પેશભાઈ બગડાઈ, વિમલભાઈ વડેરા, નીરવભાઈ પૂજારા, જલ્પેશભાઈ દક્ષિણી, મયુરભાઈ અનડકટ, જગદીશભાઈ કોટેચા, મનોજભાઈ ચતવાણી, અશ્વિનભાઈ બુદ્ધદેવ, ધવલભાઈ મિરાણી, અશોકભાઈ મીરાણી, ધર્મેશભાઈ આડઠકકર, સમીરભાઈ રાજાણી, કીર્તિભાઈ શિંગાળા, વિપુલભાઈ મણીયાર, ઉમેશભાઈ સેદાણી, નિશિતભાઈ જીવરાજાની, સુધીરભાઈ સોમૈયા, યશભાઈ ચોલેરા, કૃણાલભાઈ ચોલેરા, હાર્દિકભાઈ ચ૧દ્રાણી, હિતેષભાઈ ગોટેચા, ધ્રુમીલભાઈ ગોંધીયા, કીરીટભાઈ કેશરીયા, રાજભાઈ બગડાઈ, બિમલભાઈ કોટેચા, હેમાંગભાઈ તન્ના તથા મહિલા સમિતિના શીતલબેન બુદ્ઘદેવ, બીજલબેન ચંદારાણા, મીરાબેન કાનાણી, કલ્પનાબેન વિઠલાણી, તરૂબેન ચંદારાણા, શિલ્પાબેન પૂજારા, કાશ્મીરાબેન નથવાણી, જસ્મીનાબેન વસંત, માધવીબેન પોપટ, જીજ્ઞાબેન મહેતા, કિંજલબેન પાબારી, હિનાબેન સોનછત્રા, મનિષાબેન ભગદેવ, શીતલબેન નથવાણી, નિકેતા કારીયા, ચાંદનીબેન કોટેચા, અમીબેન સેદાણી, હિનાબેન કારીયા, જલ્પાબેન કારીયા, ચાંદનીબેન માનસતા, રીમાબેન મણીયાર, હેતલબેન જોબનપુત્રા, પ્રીતિબેન પાબારી, તૃપ્તિબેન તન્ના, જલ્પાબેન અઢીયા, જયોતિબેન, વિઠલાણી, શીતલબેન વિઠલાણી વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

પાસ મેળવવા તેમજ વધુ માહિતી માટે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવની મધ્યસ્થ કાર્યાલય : ૨૫ ન્યુ જાગનાથ મેઈન રોડ, હાર્મની હોસ્પિટલની બાજુમાં મો.૯૮૨૪૪ ૦૦૦૩૦ ખાતે સંપર્ક કરવા અંતમાં જણાવાયુ છે.

(3:42 pm IST)