Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ન્યુ ઇન્ડિયન યંગ ગ્રુપના પ્રમુખપદે રાજેશ સોલંકી : નવી ટીમ જાહેર

રાજકોટ તા. ૧૮ : ન્યુ ઇન્ડિયન યંગ ગ્રુપના નવા હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે રાજુભાઇ સોલંકી, મહામંત્રી તરીકે મહેશભાઇ અંબાસણા, ઉપપ્રમુખ તરીકે હસુભાઇ કાચા અને અનિલભાઇ રાઠોર, ખજાનચી તરીકે સૌરભભાઇ કાચા, કારોબારી સભ્યોમાં ગીરીષભાઇ રાઠોર, પ્રદીપભાઇ આહીર, નિરવભાઇ મકવાણા, હિતેષભાઇ મકવાણા, મનોજભાઇ મકવાણા, મુકેશભાઇ ટાંક, રવીભાઇ મકવાણા, ઘનશ્યામ સોલંકી, રામ સોલંકી, વિપુલ જાલા, નરેન્દ્રસિંહની નિમણુંક કરવામાં આવેલ.

છેલ્લા ૨૩ વર્ષથી માનવ સેવાની પ્રવૃત્તિ કરતા ન્યુ ઇન્ડીયન યંગ ગ્રુપ દ્વારા અનેકવાર રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે. આગામી તા. ૧૦ ઓકટોબરના રીબડાવાળા જગતસિંહ જાડેજા દ્વારા ગોંડલ રોડ સ્કોડાના શો રૂમ ખાતે યોજવામાં આવનાર મહારકતદાન કેમ્પમાં પણ આ ગ્રુપના સભ્યો સાથ રહી રકતદાન કરશે.

ઉપરાંત સમયાંતરે સર્વરોગ નિદાન કેમ્પ અને ગાય માતાને ઘાસ, કબુતરને ચણ, ગરીબ દર્દીઓની સેવા સહીતના કાર્યો હાથ ધરવામાં આવે છે. તેમ આર. ડી. સોલંકી (મો.૯૮૯૮૫ ૨૬૮૧૨) ની યાદીમાં જણાવાયુ છે

(3:38 pm IST)