Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હેલ્મેટના વિરોધમાં જંકશન પ્લોટ-ગાયકવાડીના દુકાનદારોનો અડધો દિવસ સજ્જડ બંધ

બોલો...હવે તો વેપારીઓને વિરોધ કરવાનો પણ હકક નથીઃ ૨૫ની અટકાયત : કોઈ સૂત્રોચ્ચાર વગર શાંતિથી સાઈડમાં ઉભેલા નિર્દોષ વેપારીઓની અટકથી રોષઃ સરકારના દમન સામે વિરોધ દર્શાવતુ વેપારી મંડળ

રાજકોટઃ જંકશન પ્લોટ ગાયકવાડી વેપારી મંડળના જયકિશનભાઈ આહુજાએ મહામાર વચ્ચે કાળા કાયદાઓ લાદી વેપારીઓને હેરાન કરવામાં આવે છે. હેલ્મેટના વિરોધમાં જંકશન પ્લોટના તમામ વેપારીઓએ આજે સવારથી બપોર સુધી બંધ રાખી વ્યકત કર્યો હતો તે વખતે પોલીસ દ્વારા વેપારીઓની અટકાયત કરાઈ હતી અને પોલીસ સ્ટેશને લઈ જવાયેલ તે વખતની તસ્વીર

રાજકોટ, તા. ૧૮ :. નવા આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમોના વિરોધમાં આજે સવારે જંકશન-ગાયકવાડી વિસ્તારના દુકાનદારોએ અડધો દિવસ બંધ પાળ્યો હતો. જેમા આ વિસ્તારની ૫૦૦થી વધુ દુકાનો બંધ રહેતા સરકારના આ નિયમ સામે બંધનું એલાન સફળ રહ્યુ હતું, પરંતુ તંત્ર વાહકોએ વિસ્તારમાં જઈને શાંતિથી ઉભેલા વેપારીઓના બાવડા ઝાલીને કોઈ પણ જાતના વાંક-ગુન્હા વગર અટકાયત કરતા તંત્રની આ કડક કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.

આ અંગેની વિગતો મુજબ જંકશન પ્લોટ વેપારી મંડળ દ્વારા હેલ્મેટના વિરોધમાં સ્વયંભૂ બંધ રાખી પોતાનો વિરોધ વ્યકત કરેલ હતો. વિરોધ દરમિયાન શાંતીથી એક જગ્યાએ પોતાના મંડળનું બેનર લઇ ઉભેલા વેપારીઓ તથા મંડળના હોદેદારોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતી. વેપારીઓ દ્વારા પુછવામાં આવેલ અમે કોઇ જાતના શોર-શરાબા વગર શાંતીથી રોડની સાઇડમાં ઉભા છીએ તો કયા આધાર પર અમોની અટક કરવામાં આવેલ પરંતુ આ એવો સમય છે કે હવે વ્યકિત પોતાની વિરોધ પણ દર્શાવી શકતો નથી. મંડળના પ્રમુખ જયકીશનભાઇ આહુજા, મંત્રી  ગૌરવભાઇ પુજારા, કમીટી હિમતભાઇ ક્રિશનાણી, જેન્તીાભાઇ પટેલ, ચંદ્રકાંતભાઇ આહુજા, નીલેશભાઇ પરમાણી, અશોકભાઇ ઉધાણી, જીગ્નેશભાઇ જોટાંગીયા,   કિશનભાઇ આહુજા, રમેશભાઇ  નડીયાપરા, મુકેશભાઇ પારવાણી, જસવંતભાઇ જાખરીયા, જસુભાઇ ઘેલાણી, ભરત વ્યાસ, સુનીલભાઇ બ્રિજલાણી, મહેશભાઇ મકવાણા,   મુકેશભાઇ આસવાણી, નરેશભાઇ ગંગવાણી, જયભાઇ ઉઘાણી, મુકેશભાઇ વાઘર, સચીનભાઇ સોલંકી, મોહનભાઇ ક્રિશનાણી, વિગેરેની અટક કરવામાં આવી હતી.

(3:33 pm IST)