Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

લક્ષ્મીવાડી કવાર્ટરમાં કોળી યુવાન હાર્દિકનો ગળાફાંસો ખાઇ આપઘાત

દારૂ પીવાની ટેવના કારણે કોળી યુવાને પગલુ ભર્યાનું ખુલ્યું

રાજકોટ, તા., ૧૮: શહેરના લક્ષ્મીવાડી કવાટરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ લક્ષ્મીવાડી કવાર્ટર બ્લોક નં. ૧૪ કવાર્ટર નં. ૧૦પ માં રહેતા હાર્દિક કિશોરભાઇ કુકાવા (ઉ.વ.ર૮) ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. ત્યાં તપાસનીસ તબીબોએ જોઇ તપાસી તેનું નિપજયું હોવાનું જણાવતા પોલીસને જાણ કરવામાં આવતા ભકિતનગર પોલીસે તપાસ આદરી છે. મૃતક કેનાલ રોડ પર લેડીસ-જેન્ટસના કપડાના સેલ્સમેન તરીકે કામ કરતો હતો. બે માસથી તેણે કામ મુકી દીધું હતું. તેને સંતાનમાં એક પુત્ર છે. તેને દારૂ પીવાની ટેવ હોઇ અને કોઇ કામધંધો કરતો ન હોઇ તેથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે.

(3:19 pm IST)