Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કુવાડવા રોડ પર 'હીટ એન્ડ રન': ટ્રકે-છકડો રીક્ષાને ઠોકર મારતા મધરવાડાના મુકેશભાઇનું મોત

કોળી યુવાન રાજકોટ યાર્ડમાં બકાલુ ઉતારી ઘરે જતો'તો : અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો

રાજકોટ તા. ૧૮ : કુવાડવા રોડ આઇઓસી ગેસપ્લાન્ટ સામે 'હીટ એન્ડ રન'ની ઘટનામાં ટ્રકના ચાલકે છકડો રીક્ષાને ઠોકર મારતા મઘરવાડાના કોળી યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મઘરવાડા ગામમાં રહેતા મુકેશભાઇ સીદાભાઇ હાંડા (ઉ.૩૬) ગઇકાલે જીજે ૧૩ વી ૭૯૬૩  નંબરના છકડો રીક્ષામાં બકાલુ ભરીને રાજકોટ યાર્ડમાં ખાલી કરવા માટે ગયા હતા બકાલુ ખાલી કરી પરત મઘરવાડા જતા હતા ત્યારે કુવાડવા રોડ પર આઇઓસી નાગેસ પ્લાન્ટની સામે કોઇ અજાણ્યા ટ્રકના ચાલકે છકડો રીક્ષાને ઠોકર મારતા મુકેશભાઇ ફંગોળાઇ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનુ ઘટના સ્થળેજ મોત નિપજયું હતું મૃતક મુકેશભાઇ બે ભાઇમાં મોટા હતા તે ખેતીકામ કરતા હતા તેનેસંતામાં એક પુત્ર અને એક પુત્રી છે આ અંગે કુવાડવા રોડ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. કે.સી.સોઢાએ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)