Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નવા ટ્રાફિક નિયમોનો વિદેશી મહેમાનો પણ ભોગ બન્યા :રાજકોટ પોલીસે NRIની ગાડી ડિટેઇન કરી

અફઘાનિસ્તાનથી રાજકોટ આવેલ નિવાસી નામના NIR ફરવા નીકળ્યાને ગાડી ડિટેઇન થઇ ગઈ

 

રાજકોટ :મોટર વ્હીકલ એક્ટ 2019 ના નવા કાયદા માં વિદેશ થી આવેલ મહેમાન ને પણ રાજકોટ પોલીસે તેમની ગાડી ડિટેઈન કરી  હતી .

16 સપ્ટેમ્બર થી ગુજરાત સરકારે ગુજરાત રાજ્યમાં કેન્દ્રી સરકારે નવો બનાવેલો મોટર વ્હીકલ એક્ટ 2019 માં કેન્દ્ર સરકારે જણાવેલ દંડ ની રકમમાં થોડી ઘણી રાહત આપી કડક થી અમલીકરણ શરુ કર્યો છે, કાયદાની અમલવારી ના બિજા દિવસે અફઘાનિસ્તાનથી રાજકોટ આવેલ નિવાસી નામના NIR રાજકોટ શહેરમાં ગાડી લઈને ફરવા નીકળ્યા હતા

   તેઓ પહેલીવાર ભારત આવેલ અને અહીં ની ભાષા પણ જાણતા નથી સ્વાભાવીક રીતે તેઓ ભારતના કાયદા પ્રત્યે પણ અજાણ હોય . તેઓ શહેર મા ફરતા હતા તે દરમિયાન પોલીસ ના ટ્રાફિક ચેકિંગ ના હળફેટે ચડી ગયા જાણે તે ભારત પાકિસ્તાન ની બોર્ડર ક્રોસ કરતા હોય તે રીતે તેમની સાથે ખરાબ વર્તન કરી ગાડી ડિટેઈન કરવામાં આવી.હતી.

(9:10 am IST)