Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

દેરાણીને આપઘાતની ફરજ પાડવા અંગે જેઠાણીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૧૮: દેરાણીને મરવા માટે મબજૂર કરવાના ગુન્હામાં જેઠાણીની જામીન અરજી અદાલતે મંજુર કરી હતી.

આ કામે  ફરીયાદી રમાબેન ગોવિંદભાઇ ચાવડાએ રાજકોટ શહેર મહીલા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૩૦૬, ૧૧૪ મુજબના ગુન્હાની ફરીયાદ નોંધાવેલ જેમાં શિતલબેનના જેઠાણી મનીષાબેને જામીન અરજી કરી હતી.

આ કામના રમાબેનની ફરીયાદીની દિકરી શિતલને તેના સસરા બાબુભાઇ મેઘાભાઇ મકવાણા તથા જેઠાણી મનીષાબેન વા/ઓ.કિશોર ઉર્ફે અશોક બાબુભાઇ મકવાણા અવાર નવાર મેણાટોણા મારી ઝઘડા કરી અને ફરીયાદીની દિકરીના પતિને ચઢામણી કરતા હોય જેના કારણે ફરીયાદીની દિકરીનો પતિ અવાર નવાર મારકુટ કરી શારિરીક, માનસીક ત્રાસ આપતો હોય જેનાથી કંટાળી ફરીયાદીની દિકરી શીતલબેને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

આ કામના અરજદાર આરોપી મનીષાબેન વા/ઓ. કિશોર ઉર્ફે અશોકભાઇ બાબુભાઇ મકવાણાએ જામીન ઉપર છુટવા પોતાના વકીલ મારફત અરજી કરેલ જેમાં બન્ને પક્ષોની દલીલ હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે મનીષાબેનને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના જાણીતા વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી.જાડેજા વિગેરે રોકાયેલ હતા.

(4:07 pm IST)