Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧૬ લાખ ૨૦ હજારનો દંડ ફટકારીને બે વર્ષની સજા ફટકારતી ફોજદારી કોર્ટ

રાજકોટ તા ૧૮ : ચેક રિટર્ન કેસ માં આરોપી સુરેશ નરશીભાઇ પરસાણાને તકસીરવાન ઠેરવી અદાલતે રૂ.૧૬,૨૦,૦૦૦/- નો દંડ તથા ર વર્ષની કેદની સજા ફરમાવી હતી.

આ કામે ફરીયાદી લાલજીભાઇ પોપટભાઇ મોલીયા રહે.ર-સદગુરૂ સોસાયટી મેઇન રોડ, રાજકોટ એ આરોપીને સુરેશ નરશીભાઇ પરસાણા રહે.,શકિત પાર્ક, મોરબી રોડ, નાગભાઇ મંદિરની બાજુમાં, મુ. રાજકોટ, ને રકમ કટકે કટકે રૂા ૧૬,૫૦,૦૦૦/- ની રકમ હાથ ઉછીની આપેલ, ત્યારબાદ ફરીયાદી લાલજીભાઇ મોલીયા એારોપીને હાથ ઉછીની રકમ અવાર નવાર પરત માગેલ, પરંતુ આરોપી સુરેશભાઇ નરશીભાઇ પરસાણા એ ફરીયાદીની મોટી રકમ ઓળવી જવાના ઇરાદાથી રકમ પરત આપવા માટે વધુ સમયની માંગણી કરી હતી.

ત્યારબાદ આરોપી સુરેશ નરશીભાઇ પરસાણાએ તા. ૧૫/૦૫/૨૦૧૫ ના રોજ રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક લી. નો ચેક રૂા ૧૬,૨૦,૦૦૦/- અંકે રૂપીયા સોળ લાખ વીસ હજાર પુરા નો ચેક આપેલ. જે ફરીયાદીએ તેમની દેના બેંકના ખાતામાં જમા કરાવતા '' અપુરતા ફંડ''ના શેરા સાથે પરત ફરેલ. ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપીને નોટીશ મોકલેલ, ત્યારબાદ રાજકોટની કોર્ટમાં ફોજદારી કેસ ''ધી નેશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ સેકશન ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ અંગે આરોપી સુરેશ પરસાણા એ ગુજરાત હાઇકોર્ટમાં કવોસીંગ એપ્લીકેશન દાખલ કરેલ. આરોપીએ ગુજરાત હાઇકોર્ટમૉ દાખલ કરેલ, કવોસીંગ એપ્લીકેશન ગુજરાત હાઇકોર્ટમાં મુળ ફરીયાદી વતી વકીલ શ્રી સુરેન બી. પટેલ, તથા શ્રી અભિષ્ેોક એન. શુકલ ની રજુઆતો, દલીલોને ધ્યાને લઇ, રદ કરી ટ્રાયલ નીચેની કોર્ટમાં પુરાવો લઇ સાબિત કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ.

આ રિવિઝન એપ્લીકેશનમાં મુળ ફરીયાદી વતી વકીલની દલીલો ને ધ્યાને લઇ ડીસ્ટ્રીકટ જજશ્રી એ મુળ આરોપી દ્વારા કરવામાંં આવેલ રીવીઝન એપ્લીકેશન માં ફરીયાદી ના વકીલ ની લેખીત તથા મોૈખીક દલીલો તથા રજુઆતને ધ્યાને લઇ આરોપીનો ક્રોસનો હક્કબંંધ નો નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખેલ હતો.

આ કેસમાં સીનીયર જજ શ્રી એ આરોપી ને રૂ૧૬,૨૦,૦૦૦/- અંકે રૂપીયા સોળ લાખ વીસ હજાર પુરા ના ચેક રિટર્ન ના કેસમાં રૂ ૧૬,૨૦,૦૦૦/- અંકે રૂપિયા સોળ લાખ વીશ હજાર પુેરાનો દંડ તથા ર વર્ષની સાદી કેદની સજા અને જો આરોપી દંડની રકમ ન ભરે તો અન્ય ૩ માસની સજા ફરમાવી આરોપીને ગુનેગાર ઠેરવેલ.

મુળ ફરીયાદી લાલજીભાઇ પોપટભાઇ મોલીયા વતી રાજકોટના જાણીતા સીનીયર એઠવોકેટ શ્રી નલીનભાઇ કે શુકલ,અભિષેક એન. શુકલ, જય એન. શુકલ, રાજેશ કે દલ, ધર્મેશ કે. દવે, ભરતભાઇ ટી. ઉપાધ્યાય, સુરેન બી. પટેલ, અજયભાઇ કે. પરમાર, સંદિપભાઇ ડી. મોઢા રોકાયેલા હતા.

(4:05 pm IST)