Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

૨ ઓકટોબરે વકતૃત્વ સ્પર્ધા

સુરક્ષા સેતુ અને રણછોડદાસજીબાપુ ટ્રસ્ટનું આયોજન : વિજેતાને રોકડ પુરસ્કાર

રાજકોટ, તા. ૧૮ : પૂ. શ્રી રણછોડદાસજીબાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી - રાજકોટ શહેર પોલીસ દ્વારા તા.૨ ઓકટોબરના મંગળવારે બાળકોની વકતૃત્વ કૌશલ્યતા ખીલે તથા બાળકોને સ્ટેજ પર સમાજની વચ્ચે બોલવામાં બીકના રહે તે હેતુથી વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ૧૫ વર્ષથી ૨૨ વર્ષ સુધીના આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે તથા કોઈપણ એક વિષય નક્કી કરી તેના પર પાંચ મિનિટ પોતાનું વકતવ્ય રજૂ કરી શકશે.

સ્પર્ધાના વિષયો : (૧) કરો માતૃભાષાનું જતન (મને મારી ભાષા ગમે) (૨) હું કંઈપણ કરી શકું (સફળતાનું રહસ્ય) (૩) ઓનલાઈન કલ્ચરની આવતીકાલ (૪) વ્હોટ્સ એપ, ફેસબુક મિત્રોના સંબંધો (૫) ગુજરાતનો ભવ્ય વારસો કેમ ભુલીએ? (૧૮ એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ) (૬) પર્યાવરણ બચાવો - પ્લાસ્ટીક ભગાવો (૭) રહો ફીટ તો દેશ ફીટ (વિશ્વ યોગ દિવસ) (૮) જયશ્રી કૃષ્ણની જેમ જળશ્રી કૃષ્ણનું મહત્વ (૯) ધર્મમાં કર્મકાંડ કેટલો જરૂરી?

આ સ્પર્ધા માટે ફોર્મ મેળવવા તથા પરત આપવા (૧) ભરતભાઈ બોદાણી, સી/ઓ, બોદાણી ડેકોરેશન એન્ડ સાઉન્ડ સર્વિસ, ૫- મીલપરા, મો. ૯૮૨૪૨ ૧૨૯૧૫, (૨) દિલીપભાઈ સુચક, સી/ઓ, મહેશ કિરાણા ભંડાર, ૧૦ ગાયત્રીનગર, મો.૯૮૯૮૨ ૦૨૨૩૩ (૩) પ્રવિણભાઈ અઢીયા સી/ઓ, શ્રીનાથજી ઈલેકટ્રીક સ્ટોર, ગાંધીગ્રામ મેઈન રોડ મો.૯૪૨૬૭ ૮૧૪૪૪, (૪) કેતનભાઈ કોટક ''ઈશા વાસ્યમ'', ૩૩/૪, જસાણી પાર્ક મેઈન રોડ, મીની ગાર્ડન સામે, ૯૮૯૮૨ ૮૩૦૦૫, (૫) પ્રદિપભાઈ ભાગ્યોદય, ૭૧- સત્યનારાયણ પાર્ક, ગેટ નં.૨, ગાંધીગ્રામ, મો.૯૪૦૮૭ ૫૧૫૫૨.

આયોજનને સફળ બનાવવા માટે સુનિલભાઈ શીંગાળા, કેતનભાઈ કોટક, દિલીપભાઈ સુચક, ભરતભાઈ દ્રોણ, નવનીતભાઈ રાજાણી, પ્રવિણભાઈ અઢીયા, ભરતભાઈ બોદાણી, રમેશચંદ્ર પાઉ, નટુભાઈ સુબા, જયેન્દ્રભાઈ બદીયાણી, પ્રદિપભાઈ ભાગ્યોદય જહેમત ઉઠાવી રહ્યા છે તેમ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ સંઘાણીની યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)