Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આ વખતે નાગર બોર્ડીંગમાં કનૈયાનંદ રાસોત્સવ

૬થી ૧૪ વર્ષના બાળકો ભાગ લઈ શકશેઃ રૂ.૪૦૦ સિઝન પાસઃ સરગમનું આયોજન

રાજકોટ,તા.૧૮: સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા વિરાણી સ્કૂલ સામે નાગર બોર્ડિંગમાં આયોજીત બાળકો માટેનાં કનૈયાનંદ રાસોત્સવની તૈયારીઓનો આરંભ થઈ ચૂકયો છે. આ વર્ષે પણ તા.૧૦ થી તા.૧૮ સુધી  રાસોત્સવનું આયોજન કરાયું છે.

સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા યોજાનાર રાસોત્સવમાં ભાગ લેવા ઈચ્છતા તમામ બાળકોએ ટોકન ફી પેટે માત્ર રૂ.૪૦૦ ભરવાના રહેશે. જેમાં તેમને નવદિવસ રમવાનો પાસ તથા સાથે વાલી માટે જોવાનો એક પાસ ફ્રી આપવામાં આવશે. ૬ થી ૧૪ વર્ષના કોઈપણ બાળકો ભાગ લઈ શકશે. બે ગ્રુપમાં દરરોજ ૫૦થી વધુ ઈનામો અપાશે.

કનૈયાનંદ રાસોત્સવમાં મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ મ્યુઝીકલ ઓરર્કેસ્ટ્રાના સથવારે ગાયક કલાકાર રહીમ શેખ, ગીતા ગઢવી, નિલેશ મર્થક ધૂમ મચાવશે. વધુ વિગત માટે (૧) સરગમ કલબની ઓફિસ ડો.યાજ્ઞિક રોડ, કોઈન્સ કોર્નર, ત્રીજે માળે, (૨) સરગમ હેલ્થ કેર સેન્ટર, જાગનાથ મંદિર ચોક, ડો.યાજ્ઞીક રોડ, (૩) સરગમ મહિલા લાયબ્રેરી, એવરેસ્ટ બિલ્ડીંગ, શાસ્ત્રીમેદાન પાસે, (૪) સરગમ મહિલા તથા ચિલ્ડ્રન લાયબ્રેરી, મહિલા કોલેજ ચોક, (૫) સરગમ મહિલા લાયબ્રેરી, આમ્રપાલી પાસે, રૈયારોડ, (૬) સરગમ ભવન, જામટાવર રોડ, (૭) અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ, બ્રહ્મસમાજ ચોક, રૈયારોડ ખાતે સંપર્ક કરવો.

આ રાસોત્સવનો સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, ખોડીદાસભાઈ પટેલ, મનસુખભાઈ ધંધુકિયા, ડો.હેમાંગભાઈ વસાવડા, કીરીટભાઈ આડેશરા, દિપકભાઈ શાહ, કનૈયાલાલ ગજેરા, ઘનશ્યામભાઈ પરસાણા ચિલ્ડ્રન કલબના પ્રમુખ જયશ્રીબેન રાવલ, મંત્રી અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, પ્રતિમાબેન મહેતા, સુધાબેન દોશી, કૈલાશબા વાળા, જયોતિબેન પીઠડિયા, જયશ્રીબેન મહેતા, આશાબેન ભુછડા તથા અન્ય કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:03 pm IST)