Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કલામહાકુંભમાં રાજકોટના બે બાંસુરી વાદક અવ્વલ

ધ્વની વાગડીયા (ઉ.૧૨) અને વર્ણિદ્ર પટેલ (ઉ.૧૭) દ્વિતીય : રાજયકક્ષાની સ્પર્ધામાં સ્થાન મેળવ્યુ

રાજકોટ, તા. ૧૮ : હાલમાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં રાજકોટની બે ઉગતી પ્રતિભાઓએ બાંસુરીવાદનમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યુ છે.

બાંસુરી ભગવાન શ્રી કૃષ્ણને અતિપ્રિય છે અને આ બાંસુરીમાં માત્ર ૬ જ છિદ્ર હોય છે અને તેમાંથી સાત શુદ્ધ સ્વર તેમજ ચાર કોમળ સ્વર અને એક તીવ્ર સ્વર મળી કુલ બાર સ્વર બાંસુરી વાદક વગાડે છે જયારે અન્ય વાદ્યોમાં બાર (કી) પાસાઓ અથવા સ્થાન દર્શાવેલ હોય જયારે બાંસુરીમાં વાદકને માત્ર છ છીદ્રમાંથી જ બાર સ્વર વગાડવાના રહે છે બાંસુરી વાદન ભગવાન આપેલ એક બક્ષીસ છે અને આ બક્ષીસને આપણે જાગૃત કરવી પડે છે. તાજેતરમાં સરકારના કલા મહાકુંભમાં અધરવેણુના શ્રી જીજ્ઞેશભાઈ લાઠીગરાના વિદ્યાર્થીઓ ધ્વની વાગડીયા (ઉ.વ.૧૨) તથા વર્ણીદ્ર પટેલ (ઉ.વ.૧૭)એ ભાગ લીધેલ હતો. તેમાંથી  વર્ણીદ્ર પટેલ  પ્રાદેશીક લેવલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ અને ધ્વની વાગડીયાએ પ્રાદેશીક લેવલે ખૂબ જ નાની ઉંમરે સરાહનીય બાંસુરીવાદન કરીને પ્રથમ ક્રમાંક મેળવી બંને વિદ્યાર્થીઓએ રાજયકક્ષાની સ્પર્ધામાં સ્થાન પ્રાપ્ત કરેલ હતું.

ધ્વનીના પિતા વિરેનભાઈ (મો.૯૮૨૪૦ ૪૫૮૦૬) સોની કામ કરે છે. તેઓ કહે છે કે મારી દિકરીને નાનપણથી જ સંગીતનો શોખ છે.

જયારે ધો.૧૨માં અભ્યાસ કરતો વર્ણીદ્ર (મો. ૮૩૨૦૪ ૦૭૯૨૮) ધો.૮માં ધોળકીયા સ્કુલમાં અભ્યાસ કરે છે.

અધરવેણુના ડો.કલ્પેશ ચંદ્રાણી, શ્રી ચેતન જોષી અને શ્રી જીજ્ઞેશ લાઠીગરા દ્વારા બાંસુરી વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યા છે અને એમાં ભાગ લેવા ઈચ્છતા રસીકોએ મો.૯૪૨૭૩ ૮૧૨૧૨માં જાણ કરવા જણાવેલ છે.

તસ્વીરમાં બાંસુરી ગ્રુપ અધરવેણુ ગ્રુપ રાજકોટના જીજ્ઞેશભાઈ લાઠીગરા, ચેતનભાઈ જોષી, ધ્વની વાગડીયા, વર્ણીન્દ્ર પટેલ, વિરેનભાઈ વાગડીયા, સુરેશભાઈ મામતોરા અને ડો.કલ્પેશભાઈ ચંદ્રાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:02 pm IST)