Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

'જૈનમ'ના રાસોત્સવમાં સવા લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ્સ

ગાયકો શ્રીકાંત નાયર (મુંબઈ), મયુરી પાટલીયા (બરોડા), વિશાલ પંચાલ (અમદાવાદ), પરાગી પારેખ (વલસાડ) અને પ્રીતિ ભટ્ટ ગીતોના તાલે રાસે રમવા મજબૂર કરી દેશે : પંકજ ભટ્ટનું ઓરકેસ્ટ્રા

રાજકોટ, તા. ૧૮ : છેલ્લા બે વર્ષથી જૈન સમાજના ભાઈ - બહેનો માટે જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મા આદ્યશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં આગામી નવરાત્રી તા.૧૦ ઓકટોબરથી તા.૧૮ ઓકટોબર સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સતત ત્રીજા વર્ષે આયોજન ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર પારીજાત પાર્ટી પ્લોટના ૩૪ હજાર વારના શાનદાર સાઉન્ડ સિસ્ટમના તાલે ઝુમશે. જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે કરવામાં આવનાર છે.

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિદ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન શ્રી પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પર્ફોર્મન્સ યુ ટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે તેવા કલાકારો (૧) શ્રીકાન્ત નાયર - મુંબઈ : મુંબઈના પ્રખ્યાત સિંગર શ્રીકાંત નાયર કે જેઓ છેલ્લા ૨૪ વર્ષથી નવરાત્રી ઉપરાંત સંગીત ક્ષેત્રમાં પ્રોગ્રામ આપી રહ્યા છે અને ઘણા આલ્બમ પણ રજૂ કરી ચૂકેલ છે. આકાશવાણી તથા દૂરદર્શનમાં અનેક કાર્યક્રમો ચૂકેલ છે. શ્રીકાંત નાયરે ૧૫ કલાકમાં સતત ૧૫૧ ગીતો ગાઈને વિશ્વ રેકોર્ડ બનાવેલ છે, છેલ્લા ૧૫ વર્ષથી તેઓ સ્પે. નવરાત્રી માટેના કાર્યક્રમો આપી ચૂકેલ છે. આ ઉપરાંત અનેક ગીતો તથા નવરાત્રી રાસ ગરબાના આલ્બમ રજૂ કરેલ છે. મુળ કેરળના અને વર્ષો સુધી રાજકોટ રહી ચૂકેલ હવે મુંબઈ ધરતી ઉપર એક અનોખુ નામ કાઢી ચૂકયા છે.

(૨) બરોડાના મયુરી પાટલીયા ૧૯૯૭થી ગાયકી ક્ષેત્રે કાર્યરત છે. જેમણે કલાસીકલ, ફોક, કવ્વાલી અને સુફી ગીતો દ્વારા ચાહકોમાં અનેરૂ સ્થાન મેળવેલ છે. છેલ્લા ૪ વર્ષથી નાગપુરની વિખ્યાત સંકલ્પ ગરબા કવીનનું બિરૂદ પ્રાપ્ત કરી ચૂકેલ છે.

(૩) વિશાલ પંચાલ કે જેઓ એ માત્ર ૫ વર્ષની નાની વયે જ ગાવાનું શરૂ કરેલ હતું. જેઓ ઈટીવીમાં મસ્તી કાર્યક્રમમાં વિનર બની ચુકેલ છે અને જીટીપીએલમાં ભજન રત્ન એવોર્ડથી નવાજવામાં આવેલ હતા. વિશાલ પંચાલ રાસ-ગરબા ઉપરાંત ભજન, સંતવાણી, સુફી સોંગમાં પોતાની અવાજના જાદુ દ્વારા લોકોનાં હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અનેક ગુજરાતી ફીલ્મમાં પણ ગીતો ગાઈ ચુકેલ છે.

(૪) પરાગી પારેખ - વલસાડ : ૧૦ વર્ષની જ ઉંમરથી ગાવાનું શરૂ કરી શરૂઆતમાં શાસ્ત્રીય સંગીત કરેલ હતી અને હાલમાં તેઓને ગાયીકી ક્ષેત્રે ૩૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ દ્યણી ટીવી સીરીયલ, ડોકયુમેન્ટરી ફીલ્મ, જીંગલ અને ઓડીયો આલ્બમમાં પણ કામ કરી ચુકેલ છે.

(૫) પ્રિતી ભટ્ટ લેડીઝ અને જેન્ટસ બન્ને અવાજમાં રાસ ગરબા થકી સૌરાષ્ટ્રમાં નવરાત્રીની પહેલી પસંદ બની ચુકેલ છે. તેઓ અનેક નામી કલાકારો સાથે ગાઈ ચુકેલ છે. સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓના કાર્યક્રમમો મુખ્ય કલાકાર તરીકે સફળ બનેલ છે.

પાસ તેમજ વધુ વિગત માટે મધ્યસ્થ કાર્યાલય : તરૂણભાઈ કોઠારી, ડોકટર પ્લાઝા, કસ્તુરબા રોડ, જયુબીલી ગાર્ડન સામે, રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.  તેમજ રાજકોટ શહેર નાં વિશાળ વિસ્તારને આવરી લેવા અલગ-અલગ જગ્યાએ ફોર્મ વિતરણ અને કલેકશન સેન્ટર પણ ખોલવામાં આવેલ છે જેમાં (૧) તપસ્વી સ્કુલ, ૨-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, (ર) નિલેશભાઈ ભાલાણી - શ્રી અંબાઆશ્રિત સારીઝ, દિવાનપરા મેઈન રોડ,  (૩) જયેશભાઈ વસા - જૈન બ્રાઈટ સ્ટીલ, ભકિતનગર સર્કલ પાસે, (૪) જેનીશભાઈ અજમેરા - જાશલ ડેવલોપર્સ, જાસલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલ સામે,  (૫) જીતુભાઈ લાખાણી - હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ઢેબર ચોક, (૬) ઉર્મિ એમ્પોરીયમ, ૨૨-સદ્દગુરૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, (૭) પનાસ, બિઝનેશ ટર્મિનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૪)

(3:29 pm IST)